Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Ahmedabad: અમદાવાદ SOGએ 6.47 લાખના MD ડ્રગ્સ સાથે કરી બે પેડલરની ધરપકડ

Ahmedabad in Gujarat: અમદાવાદ શહેર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપે 6.47 લાખના MD ડ્રગ્સ સાથે બે વ્યક્તિઓની ધરપકડ કરી છે.

શાહ આલમ નજીક ડ્રગ્સની હેરાફેરી અંગેની બાતમીના આધારે એસઓજીએ એક એપાર્ટમેન્ટમાં રેડ કરવામાં આવી હતી. જ્યાં તેને 6.47 લાખની કિંમતનું MD ડ્રગ્સ મળી આવ્યું હતું.

સાહિનબાનુ સૈયદ અને આમિર ખાન પઠાણ નામના ડ્રગ પેડલિંગમાં સામેલ બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે, અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.

Ahmedabad in Gujarat

આ દરમિયાન આ કેસમાં રામોલ વિસ્તારની અન્ય એક મહિલા પેડલર શિરીન બાનુ શેખનું નામ સામે આવ્યું છે અને તે હાલ ફરાર છે.

એસઓજીએ ત્રણેય આરોપીઓ સામે ફરિયાદ નોંધી છે. સાહિનબાનુ અને આમિરની પૂછપરછ કરવામાં આવી રહી છે. ધરપકડ કરવામાં આવેલા બંને વ્યક્તિઓનો દાવો છે કે, તેઓએ રામોલના શિરીન પાસેથી ડ્રગ્સ મેળવ્યું હતું અને પછી છૂટક વેચાણ કર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય બાબત છે કે, સત્તાવાળાઓનું માનવું છે કે, એક વખત મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવે, તો વધુ વિગતો બહાર આવી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X