અમદાવાદમાં 3 માળની ઈમારત ધરાશાયી, 3 લોકો કાટમાળમાં દબાયા, 2ને બચાવાયા

અમદાવાદ શહેરના કુબેરનગર વિસ્તારમાં અડધી રાતે એક ઈમારત ધરાશાયી થઈ ગઈ.

અમદાવાદ શહેરના કુબેરનગર વિસ્તારમાં અડધી રાતે એક ઈમારત ધરાશાયી થઈ ગઈ. એ-વૉર્ડ રેલવે ફાટક પાસે ત્રણ માળની કૉમર્શિયલ બિલ્ડીંગ ધરાશાયી થઈ જતા અંદર કામ કરતા લોકો કાટમાળમાં દબાઈ ગયા હતા. માહિતી મળતા જ બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યુ. અંદર દબાયેલા 3 લોકોમાંથી એકનુ મોત થઈ ચૂક્યુ હતુ જ્યારે બાકી બે વ્યક્તિને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા.

ત્રણ માળની ઈમારત અડધી રાતે ધરાશાયી

ત્રણ માળની ઈમારત અડધી રાતે ધરાશાયી

માહિતી મુજબ ફાયરબ્રિગેડની ટીમને કાટમાળ હટાવવામાં લગભગ પાંચ કલાક લાગ્યા હતા. સ્થાનિક લોકોનુ કહેવુ છે કે કાલે મોડી રાતે આ કૉમર્શિયલ વિસ્તારમાં ત્રણ યુવક સિલાઈ કામ કરી રહ્યા હતા ત્યારે એક ધમાકો સંભળાયો. એ સાથે જ ઈમારત ધરાશાયી થઈ ગઈ. લોકો દોડીને અંદર આવ્યા તો અંદર ફસાયેલા ત્રણ લોકોને બચાવવાની કોશિશ કરી અને પોલિસ તેમજ ફાયરબ્રિગેડને ઘટનાની માહિતી આપવામાં આવી.

પાંચ કલાક ચાલ્યુ રેસ્ક્યુ ઑપરેશન

પાંચ કલાક ચાલ્યુ રેસ્ક્યુ ઑપરેશન

લગભગ પાંચ કલાક સુધી ચાલેલા રેસ્ક્યુ ઑપરેશનમાં ત્રણેને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા પરંતુ ત્યાં સુધી એકનુ મોત થઈ ચૂક્યુ હતુ. બચાવવામાં આવેલ અન્ય બે વ્યક્તિને ઈલાજ માટે હોસ્પિટલ મોકલીને તેમના પરિવારજનોને સૂચના આપવામાં આવી. જણાવવામાં આવી રહ્યુ છે કે અમદાવાદના કોટ વિસ્તારમાં આ પ્રકારની ઘણી બિલ્ડીંગો છે.

5 દિવસમાં બીજી ઈમારત પડી

5 દિવસમાં બીજી ઈમારત પડી

છેલ્લા પાંચ દિવસમાં કોટ વિસ્તારમાં આ બીજી ઈમારત પડવાની ઘટના બની છે. દૂર્ઘટના સમયે કુબેરનગરના સ્થાનિક લોકો ગાઢ ઉંઘમાં હતા. વળી, એક મોટો વિસ્ફોટ થયો હતો. એવુ લાગી રહ્યુ હતુ કે વિસ્ફોટક સાથે કંઈક પડી રહ્યુ છે ત્યારે સ્થાનિક લોકો પોતાના ઘરોમાંથી બહાર આવી ગયા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X