અમદાવાદઃ સિન્ટેક્સના કર્મચારીઓનું 82 દિવસ લાંબુ આંદોલન હજૂ કેમ ના સમેટાયું?
અમદાવાદઃ વેલસ્પન ગ્રુપની સિન્ટેક્સ કંપનીના 278 કામદાર 21 ઓગષ્ટના રોજ અચાનક છુટા કરી દીધા હતા. આ માટે તેમને કોઇપણ પ્રકારની નોટિસ આપવામાં આવી નથી. જેથી 278 લોકો બેરોજગાર બન્યા છે. આ અન્યાય સામે છૂટા કરવામાં આવેલા કર્મચારીઓ આંદોલન કરી રહ્યા છે.
ઉલ્લેખીય છે કે, આ આંદોલન કરવા માટે પોલીસ ડિપાર્ટમેન્ટ પરમિશન નથી આપતી. આ સાથે મામલતદાર દ્વારા પણ પરમિશન આપવામાં આવતી નથી.

નોંધનીય છે કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ મત વિસ્તારથી સાંસદ છે. આ કર્માચારી 82 દિવસથી ધરણા કરી રહ્યા છે. આવામાં આંદોલનકારીઓ અમિત શાહ પાસે ન્યાયની માંગ કરી રહ્યા છે.
પીડિત કર્મચારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ દિવાળીના તહેવાર વચ્ચે અમે અચાનક બેરોજગાર કરી દેવામાં આવ્યા છે. અમે 25 વર્ષથી કામ કરતા હતા, અમે કારીગરોએ દિવસરાત મહેનત કરીને સિન્ટેક્સ કંપનીને ઉભી કરી છે. તેઓ અમારી મહેનતના પ્રતાપે ગાડીઓમાં ફરી રહ્યા છે. તેઓ હવે અમને રસ્તે રઝળતા કરી દીધા છે.
સામે સિન્ટેક્સ કંપની દ્વારા આંદોલનકારી કર્મચારીઓને સદંતર નજરઅંદાજ કરવામાં આવી રહ્યા છે. આ સાથે આંદોલનકારીઓને સુત્રોચ્ચાર કરવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
