For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદમાં અમિત શાહે વૃક્ષારોપણ કર્યું, 11 લાખ ઝાડ વાવવાનો ટાર્ગેટ

અમદાવાદમાં અમિત શાહે વૃક્ષારોપણ કર્યું, 11 લાખ ઝાડ વાવવાનો ટાર્ગેટ

|
Google Oneindia Gujarati News

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદન 2 દિવસીય મુલાકાતે આવ્યા છે. આ દરમિયાન મંગળવારે તેમણે અમદાવાદ ખાતે વૃક્ષારોપણ કર્યું અને શહેરને માત્ર ભારત જ નહી બલકે દુનિયાનું સૌથી હરિયાળું ક્ષેત્ર બનાવવાની નાગરિકોને અપીલ કરી.

amit shah

અમિત શાહે પોતાના મતવિસ્તાર ગાંધીનગરના બોડકદેવ વિસ્તારમાં સિંધુ ભવન માર્ગ પર અમદાવાદ નગર નિગમના ભૂખંડ પર ત્રણ છોડવા રોપ્યા. કાર્યક્રમ બાદ તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે, 'હું નગર નિગમની આખી ટીમને અમદાવાદને વિશ્વનું સૌથી મોટું હરિયાળું ક્ષેત્ર બનાવવાની અપીલ કરું છું. આ શક્ય છે.'

તેમણે પોતાના મતવિસ્તારના લોકોને વૃક્ષો વાવવાની અપીલ કરી. તેમણે કહ્યું કે, 'ધરતી, માનવતા અને પર્યાવરણ બચાવવાની જવાબદારી આપીણી છે. વૃક્ષો આપણને ઓક્સીજન આપે છે, પક્ષીઓને ખોરાક આપે છે અને આવા વૃક્ષોથી ચિકિત્સા સંબંધી લાભ પણ થાય છે.'

તેમણે ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં 11 લાખ વૃક્ષો લગાવવાનો ટાર્ગેટ નિર્ધારિત કર્યો છે તથા નાગરિકોને આ અભિયાનમાં યોગદાન આપવાની અપીલ કરી છે. આ અવસર પર અમિત શાહે પોતાના સંસદીય વિસ્તારના લોકોની કોવિડ 19 રસીકરણમાં અને કેન્દ્ર સરકારની યોજના અંતર્ગત મફત રાશન લેવામાં મદદ માટે એક હેલ્પલાઈન નંબર પણ શરૂ કર્યો.

ઉલ્લેખનીય છે કે અમિત શાહની ગુજરાત મુલાકાતને લઈ રાજકીય ગલીઓ ચર્ચાઓ તેજ થઈ ગઈ છે, રૂપાણી સરકારના કેબિનેટનું વિસ્તરણ કરવા બાબતે અમિત શાહે મુલાકાત લીધી હોય તેવું પણ ચર્ચાઈ રહ્યું છે, બીજી તરફ ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણી 2022માં યોજાનાર હોય તેના પૂર્વ પ્લાનિંગ માટે અમિત શાહે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી હોય તેવું પણ ચર્ચાઈ રહ્યું છે.

English summary
Amit Shah planted trees in Ahmedabad, targeting to plant 11 lakh trees
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X