16 કર્મચારીઓ સાથે છેતરપિંડી કરવા બદલ 2 કંપનીના માલિકોની ધરપડક
ગુજરાત ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID ક્રાઈમ) અને રેલવે દ્વારા બુધવારના રોજ અમદાવાદમાં બે ડેટા એન્ટ્રી ફર્મના 16 કર્મચારીઓને છેતરવા બદલ બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી.
ગુજરાત ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID ક્રાઈમ) અને રેલવે દ્વારા બુધવારના રોજ અમદાવાદમાં બે ડેટા એન્ટ્રી ફર્મના 16 કર્મચારીઓને છેતરવા બદલ બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટના અંગે પોલીસના જણાવ્યા અનુસાર ગુજરાત સીઆઈડી ક્રાઈમ દ્વારા અમદાવાદના પ્રહલાદનગર ખાતે ટાઈટેનિયમ બિલ્ડિંગ કોમ્પ્લેક્સમાં 'આઈ-ગેટ સોલ્યુશન્સ' અને 'જીએસએસ સર્વિસીઝ'ની ઓફિસમાં રેડ કરવામાં આવી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર બે કંપનીઓના માલિક પ્રિતેશ શાહ અને દેવમ દવે સામે IPC 406 હેઠળ વિશ્વાસનો ભંગ કરવા બદલ અને છેતરપિંડી માટે કલમ 420, વેપારી દ્વારા વિશ્વાસનો ભંગ કરવા બદલ કલમ 409 અને ફોજદારી કાવતરા માટે 120b હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

બે આરોપીઓએ પગારના ધોરણે તેમની કંપનીઓ માટે ટેલિકોલર તરીકે 16 લોકોને જેમાં નવ મહિલાઓ અને સાત પુરુષોને નોકરી પર રાખ્યા હતા. કરાર હોવા છતાં એમ્પ્લોયરોએ 16 કર્મચારીઓને તેમનું ડેટા એન્ટ્રીના કામનો કોઇ રેકોર્ડ જ નથી તેમ કહીને કોઈ પગાર ચૂકવ્યો ન હતો.
જે બાદ આ કંપનીએ તમામ કર્મચારીઓને સર્વિસ ચાર્જ અને સાઇટ મેઇન્ટેનન્સ ફી તરીકે 7,000 રૂપિયાનો દાવો કરતી કાનૂની નોટિસ મોકલી હતી. સંખ્યાબંધ ફરિયાદ મળ્યા બાદ સીઆઈડી ક્રાઈમની ટીમે ઓફિસ પર રેડ કરી હતી અને બંને કંપનીના માલિકોની ધરપકડ કરી હતી. આ રેડમાં પોલીસે ઓફિસ સાઇટ પરથી 39 સેલફોન, બહુવિધ લેપટોપ અને અન્ય ગેજેટ્સ પણ જપ્ત કર્યા છે.












Click it and Unblock the Notifications
