For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાકેશ ટિકેતે લીધી ગાંધી આશ્રમની મુલાકાત, કહ્યુ - અમે ગુજરાતના ખેડૂતોનો ડર દૂર કરવા આવ્યા છે

ભારતીય કિસાન યુનિયન(ભાકિયુ)ના પ્રવકતા રાકેશ ટિકેત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગૃહરાજ્ય ગુજરાતમાં છે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ ભારતીય કિસાન યુનિયન(ભાકિયુ)ના પ્રવકતા રાકેશ ટિકેત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગૃહરાજ્ય ગુજરાતમાં છે. ટિકેત અહીં ખેડૂત આંદોલનને પ્રોત્સાહન આપવા આવ્યા છે. પોતાના 2 દિવસના પ્રવાસમાં ટિકેત તમામ ખેડૂત સંગઠનોના પદાધિકારીઓને મળશે અને આગળની રણનીતિ પર ચર્ચા કરશે. ટિકેતે અમદાવાદના ગાંધી આશ્રમ પહોંચીને પ્રાર્થના પણ કરી છે. તેમનુ કહેવુ છે કે સત્તારુઢ ભાજપે આ રાજ્યમાં ખેડૂતોની સ્થિતિ ખૂબ જ બગાડી દીધી છે. હવે કૃષિ ક્ષેત્રની લડાઈમાં અહીંના ખેડૂતો પણ પોતાની સાથે જોડાશે.

Rakesh Tikait

ગુજરાતમાં રાકેશ ટિકેતે કહી આ વાતો

ગુજરાતમાં ખેડૂતોની આત્મહત્યા કરવાની ઘટનાઓ પર વાત કરીને રાકેશ ટિકેતે કહ્યુ, 'ગુજરાતનો ખેડૂત ડરેલો છે. અમે અહીં તેનો ડર દૂર કરવા માટે આવ્યા છે. અમે રાજ્યના ખેડૂતો, તેમના નેતાઓ અને પ્રેસને સ્વતંત્ર કરાવવાના છે. અહીંના ખેડૂતોએ પણ દિલ્લી પહોંચીને કાળા કાયદાનો વિરોધ કર્યો છે. આ કાયદાથી ખેતી-ખેડૂતો બરબાદ થઈ જશે, કે જે અમને મંજૂર નથી. મારો અહીંનો બે દિવસનો કાર્યક્રમ છે ત્યારબાદ બીજા કાર્યક્રમ હશે. હું એ પણ સ્પષ્ટ કહી રહ્યો છુ કે ગુજરાત બહુ સંવેદનશીલ વિસ્તાર છે અને આપણા ખેડૂત ભાઈઓએ સાવચેત રહેવુ જોઈએ.'

આંદોલન શાંતિપૂર્ણ રીતે ચાલતુ રહેશે

ટિકેતે કહ્યુ કે, 'ગુજરાતમાં બહારના લોકોને આવવાની અનુમતિ નથી હોતી. રાજસ્થાનમાં પણ અમારા પર હુમલો કરાવવામાં આવ્યો. આ ખેડૂતોનો અવાજ દબાવવાની કોશિશ કરી રહ્યા છે. પરંતુ અમારુ આંદોલન શાંતિપૂર્ણ રીતે ચાલતુ રહેશે.' આ પહેલા ટિકેતે રાજસ્થાનમાં ખુદની સાથે થયેલી ઘટના માટે કેન્દ્ર સરકારને નિશાના પર લીધી હતી. ટિકેતે કહ્યુ કે કેન્દ્ર ઉપરાંત આના માટે કોણ જવાબદાર હોઈ શકે છે. જેમણે અલવરમાં અમને ઘેરીને પત્થર ફેંક્યા, તે તેમના યુથ વિંગના લોકો હતા. તે કહી રહ્યા હતા કે રાકેશ ટિકેત ગો બેક. મે કહ્યુ - હું ક્યાં જઉ તો તે તૂટી પડ્યા. ગાડીના કાચ ફોડી દીધા.

કોરોના થયા બાદ અક્ષય કુમાર હોસ્પિટલમાં ભરતી, જાણો તબિયતકોરોના થયા બાદ અક્ષય કુમાર હોસ્પિટલમાં ભરતી, જાણો તબિયત

English summary
BKU leader Rakesh Tikait statement on farmers of gujarat, says- we are with you.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X