For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશમાં મુખ્ય શહેરોમાં કોવિડના કારણે થતા મોતમાં અમદાવાદમાં મૃત્યુ દર સૌથી વધુ

ભારતના જે 11 જિલ્લામાં અઢી હજારથી વધુ મોત થયા છે તેમાં અમદાવાદનો મૃત્યુદર સૌથી વધુ છે.

|
Google Oneindia Gujarati News

ગાંધીનગરઃ કોરોના વાયરસ મહામારીના કારણે દેશમાં સ્થિતિ એક વાર ફરીથી બગડી રહી છે. કોરોના વાયરસના કેસો અને તેનાથી થતા મોતનો આંકડો પ્રતિદિન વધી રહ્યો છે. દેશના અલગ અલગ રાજ્યોમાં કોરોનાની ભયાનક તસવીર જોવા મળી રહી છે. ગુજરાતની વાત કરીએ તો ગુરુવારે કોરોના વાયરસથી મરનારની સંખ્યા 5 હજારના આંકડાને પાર કરી ગઈ.

corona

વળી, આના એક દિવસ પહેલા ગુજરાતનો અમદાવાદ દેશનો એક એવો જિલ્લો બની ગયો જ્યાં કોરોનાના કારણે 2500થી વધુ મોત થયા છે. ભારતના જે 11 જિલ્લામાં અઢી હજારથી વધુ મોત થયા છે તેમાં અમદાવાદનો મૃત્યુદર સૌથી વધુ છે. આ ઉપરાંત અમદાવાદ સમગ્ર દેશમાં એકમાત્ર એવુ શહેર છે જ્યાં રાજ્યમાં થયેલ કુલ મોતના અડધાથી વધુ મોત થયા છે.

ગુજરાતમાં કોવિડના કારણે થયેલા 5 હજાર મોતમાંથી 50 ટકા મોત એકલા અમદાવાદમાં થયા છે. અમદાવાદ ઉપરાંત ચેન્નઈ એવુ શહેર છે જ્યાં રાજ્યમાં કોરોનાના કારણે થતા દર ત્રીજુ મોત થાય છે. જ્યારે મહારાષ્ટ્રમાં કોરોનાના કારણે થતુ દર ચોથુ મોત મુંબઈમાં થઈ રહ્યુ છે. ભારતમાં સૌથી વધુ મૃત્યુદરવાળો જિલ્લો અમદાવાદ છે ત્યારબાદ ક્રમશઃ મુંબઈ(2.2%), કોલકત્તા(2.1%), ઉત્તરી 24 પરગના(1.9%), ચેન્નઈ(1.6%),દિલ્લી(1.5%) નો નંબર આવે છે.

ગુજરાતની ખાનગી હોસ્પિટલો કોરોનાથી ફૂલ થઈ ચૂકી છે. જો કે કોરોના મહામારીની શરૂઆતમાં રાજ્યમાં અત્યારની સરખામણીમાં વધુ મોત થઈ રહ્યા હતા. રોજ લગભગ 39 મોત કોરોનાના કારણે ગુજરાતમાં થઈ રહ્યા હતા પરંતુ બાદમાં આ સંખ્યા 12-17 પ્રતિદિન પર આવી ગઈ. હાલમાં જાહેર થયેલ ત્રીજી લહેરમાં ગુજરાતમાં 16 એપ્રિલને એક દિવસમાં સર્વાધિક મોત(26) છે.

ઓરિસ્સા CM પટનાયકે વેક્સીનને ઓપન માર્કેટમાં આપવાની કરી માંગઓરિસ્સા CM પટનાયકે વેક્સીનને ઓપન માર્કેટમાં આપવાની કરી માંગ

English summary
Coronavirus: Highest death rate due to covid in Ahmedabad
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X