For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શહેરમાં સાર્વજનિક જગ્યાએ બતાવવુ પડશે વેક્સીનેશન સર્ટિફિકેટ, AMCએ બનાવ્યુ અનિવાર્ય

અમદાવાદ નગર નિગમે શહેરની સાર્વજનિક જગ્યાઓએ વેક્સીનેશન સર્ટિફિકેટ અનિવાર્ય કરી દીધુ છે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદમાં કોરોના વાયરસના સંક્રમણથી લોકોને બચાવવા માટે પ્રશાસને કોરોના વેક્સીનનો ડોઝ આપવાનુ અભિયાન ચલાવ્યુ છે. હવે અમદાવાદ નગર નિગમે શહેરની સાર્વજનિક જગ્યાઓએ વેક્સીનેશન સર્ટિફિકેટ અનિવાર્ય કરી દીધુ છે. જે મુજબ હવે બધા લોકોએ પોતાનુ વેક્સીનેશન સર્ટિફિકેટ બતાવવાનુ રહેશે. જે લોકો સાર્વજનિક જગ્યાએ ઉભેલા કે ફરતા દેખાશે તેમને વેક્સીનેશન સર્ટિફિકેટ બતાવવા માટે પૂછવામાં આવી શકે છે.

corona vaccine

વેક્સીનેશન સર્ટિફિકેટ અનિવાર્ય

અમદાવાદ નગર નિગમ પાર્કના નિર્દેશક જિગ્નેશ પટેલે આજે કહ્યુ કે કોરોના સંક્રમણને રોકવા માટે નગર નિગમે શહેરની સાર્વજનિક જગ્યાઓ જેવી કે બધા પાર્ક, કાંકરિયા લેકફ્રંટ, રિવરફ્રંટ વગેરે જગ્યાએ વેક્સીનેશન સર્ટિફિકેટ અનિવાર્ય કરી દીધુ છે. હવે લોકો એ જાણી લો કે જો કોઈની પાસે સર્ટિફિકેટ નહિ હોય તો તેને આ બધી જગ્યાઓએ પ્રવેશ નહિ આપવામાં આવે.

રાજ્યમાં વેક્સીનેશન સાડા પાંચ કરોડને પાર

કોવિડ વેક્સીનેશનને લઈને રાજ્યના આરોગ્ય વિભાગે મોટો દાવો કર્યો છે. વિભાગ તરફથી કહેવામાં આવ્યુ છે કે અત્યાર સુધી રાજ્યમાં 3,96,66,719 લોકોને રસીનો પહેલો ડોઝ અને 1,63,68,592 લોકોને બીજો ડોઝ સહિત કુલ 5.59 કરોડ ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. રાજ્યના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વેક્સીનેશનને સફળ બનાવવા માટે આરોગ્યકર્મીઓને અભિનંદન પાઠવ્યા છે.

16 જાન્યુઆરીએ થઈ હતી શરૂઆત

ગુજરાતમાં 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણથી અભિયાનની શરૂઆત કરી હતી. શુક્રવારે પીએમ મોદીના જન્મદિવસે એક જ દિવસમાં અહીં 23.68 લાખ લોકોને રસી લગાવવામાં આવી હતી. વળી, શનિવારે 4.81 લાખ રસી અપાઈ. રાજ્યમાં અત્યાર સુધી 5 કરોડ લોકોને રસી મૂકાઈ ચૂકી છે. સરકારનુ કહેવુ છે કે રાજ્યની 30 ટકા વસ્તીનો કોરોનાનો બંને ડોઝ આપવામાં આવી ચૂક્યો છે.

English summary
Covid 19 vaccination certificate is now being compulsory on public places by Ahmedabad Municipal Corporation
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X