For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં ઠંડી માટે હવામાન વિભાગે કરી આગાહી, જાણો કોલ્ડ વેવ ચાલુ રહેશે કે નહિ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે દિવસ કેવી ઠંડી રહેશે. જાણો વિગત.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે દિવસ સામાન્ય ઠંડી રહેશે. બે દિવસ બાદ કડકડતી ઠંડીમાં લોકોને રાહત મળી શકે છે. આગામી દિવસોમાં ગુજરાતમાં લોકોને ઠંડીમાં થોડી રાહત મળી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે પવનની દિશા બદલાતા 2 દિવસ બાદ તાપમાનનો પારો 2તી 4 ડિગ્રી સુધી વધી શકે છે. જેના કારણે હાડ થીજવતી ઠંડીથી લોકોને આંશિક રાહત મળશે.

delhi

હવામાન વિભાગે એ પણ જણાવ્યુ હતુ કે હાલમાં કમોસમી વરસાદની કોઈ સંભાવના નથી. તમને જણાવી દઈએ કે આજે પણ કચ્છનુ નલિયા સૌથી ઠંડુ રહ્યુ હતુ, નલિયામાં 5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધવામાં આવ્યુ હતુ જ્યારે પાટનગર ગાંધીનગરમામં 8 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યુ હતુ. પોરબંદરમાં 9.4 ડિગ્રી, રાજકોટમાં 10 ડિગ્રી અને વડોદરામાં 10.9 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યુ હતુ.

અમદાવાદમાં 9.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન અને મહત્તમ તાપમાન 26.7 ડિગ્રી નોંધવામાં આવ્યુ હતુ. અમદાવાદ શહેરમાં ઠંડીનુ જોર યથાવત છે. જો કે ગત દિવસોની સરખામણીમાં પવનની ગતિ કાબુમાં આવી છે. આગામી દિવસોમાં ઠંડીનુ પ્રમાણ ઘટવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીના કારણે રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં હજુ એકાદ દવસ ઠંડીનુ પ્રમાણ રહેશે. પવનની દિશા બદલાયા બાદ ઠંડીનુ પ્રમાણ ઓછુ થશે.

English summary
Gujarat cold wave will continuous today, Know IMD forecast for the state.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X