સ્માર્ટ મીટર અંગે વીજ કંપનીઓને હાઈકોર્ટે પાઠવ્યું સમન્સ

ગુજરાતમાં પ્રિ-પેઇડ સ્માર્ટ મીટરના મુદ્દે સતત વિરોધ થઈ રહ્યો છે. જેમાં વડોદરા, સુરત અને રાજકોટમાં સખત વિરોધ નોંધાઈ રહ્યો છે. વિરોધને ધ્યાનમાં રાખીને આ મામલો હવે ગુજરાત હાઇકોર્ટ સુધી પહોંચી ગયો છે.

બીજી તરફ ગુજરાત સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે, સ્માર્ટ મીટરની સાથે સાથે જૂના મીટર પણ લગાવવામાં આવશે. સ્માર્ટ મીટર મુદ્દે ગુજરાત હાઈકોર્ટ દ્વારા ઉર્જા સચિવને એક અઠવાડિયાના સમયગાળામાં પોતાનો જવાબ રજૂ કરવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે.

સ્માર્ટ મીટર યોજનાની અમલવારી સામે વડોદરાના બાજવાના વાસુદેવ ઠક્કર દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. આ અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, હયાત વીજ મીટર્સ દૂર કરીને તેના સ્થાને પ્રિ-પેઇડ મીટર્સ ઇન્સ્ટોલ કરવામાં આવશે.

વાસુદેવ ઠક્કર દ્વારા સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટીના ઇન્સ્ટોલેશન એન્ડ ઓપરેશન ઓફ મીટર રેગ્યુલેશનના એમેન્ડમેન્ટના જાહેરનામાનો સંદર્ભ લેવામાં આવ્યો હતો.

દેશની સંસદમાં પસાર કરાયેલા 240 બીલ અને સુધારા બીલ પૈકીના એક પણ બીલ કે સુધારામાં સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટીના ઇન્સ્ટોલેશન એન્ડ ઓપરેશન ઓફ મીટર રેગ્યુલેશનના એમેન્ડમેન્ટને પાર્લામેન્ટની મંજૂરી મળી હોવાનું જણાઇ રહ્યું નથી.

Gujarat High Court

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સ્માર્ટ મીટરની સામે વધતાં વિરોધ બાદ રાજ્ય સરકાર દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે, સ્માર્ટ મીટરની સાથે હવે જૂના મીટર લગાવવામાં આવશે.

વીજ ગ્રાહકોમાં ગેરસમજ પ્રવર્તી રહી છે. જે કારણે હવે સ્માર્ટ મીટરની સાથે જૂના મીટર લગાવવામાં આવશે. સ્માર્ટ મીટરની માંગ કરતા વીજ ગ્રાહક માટે વધુ એક મીટર લગાવા અંગેનો નિર્ણય કરવામાં આવશે.

શું છે સ્માર્ટ મીટર? - સ્માર્ટ મીટરમાં પહેલા જ પૈસા આપ્યા બાદ વીજળીનો વપરાશ કરી શકાશે. સાદા મીટરમાં બીલ રિડિંગ માટે કર્મચારી આવતા હતા. સ્માર્ટ મીટરમાં બીલ રિંડીંગની જરૂર રહેશે નહીં, સાદા મીટરમાં બીલ આવે ત્યારે નાણા ભરવા માટે જવું પડી રહ્યું હતું. સ્માર્ટ મીટરમાં પહેલા જ રિચાર્જ કરાવું પડે છે, સાદા મીટરમાં રોજનો ચોક્કસ વપરાશ જાણી શકાતો ન હતો.

શું છે પ્રીપેઇડ સ્માર્ટ મીટર? - પ્રીપેઇડ સ્માર્ટ મીટર એ હાલના વીજ મીટરની જેવું જ છે. વીજળીનો વપરાશ નોંધતું એક ઓટોમેટિક મીટર છે. આ સ્માર્ટ મીટર વધુ સ્પષ્ટતા સાથે વીજળીના વપરાશની સચોટ માહિતી આપે છે. સ્માર્ટ મીટર ટુ વે કોમ્યુનિકેશનની વિશેષતા ધરાવે છે.

સમાન છે યુનિટ વપરાશનો દર? - આ બંને મીટરમાં યુનિટનો ચાર્જ સમાન છે, તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ ઉપરાંત વધારાનો ફાયદો એ છે કે, જૂના મીટરની જે સિક્યોરિટી અમાઉન્ટ છે, એ ગ્રાહકને પરત આપી દેવામાં આવશે.

જૂના મીટરની સિક્યોરિટી અમાઉન્ટને જૂના બીલ સાથે એડજસ્ટ કરવામાં આવશે. જો ગ્રાહક પાસેથી પૈસા લેવાના નીકળે છે, તો ગ્રાહકને વધારાનો બોજો ન પડે, એવી રીતે 180 દિવસમાં ડિવાઈડ કરીને વસૂલવામાં આવે છે. જો ગ્રાહકના પૈસા લેવાના નીકળે તો એમને ક્રેડિટ આપી દેવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, વાઈબ્રન્ટ ગુજરાત સમિતિમાં REC પાવર ડેવલપમેન્ટ એન્ડ કન્સલ્ટન્સી લિમિટેડ (RECPDCL), જે RECની સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે, તેમણે રૂપિયા 2,094.28 કરોડના સ્માર્ટ મીટરિંગ પ્રોજેક્ટ્સ અમલમાં મૂકવા માટે ગુજરાત સરકાર સાથે પ્રારંભિક કરાર કર્યો હતો.

આ પ્રોજેક્ટ રિવેમ્પ્ડ ડિસ્ટ્રિબ્યુશન સેક્ટર સ્કીમ (RDSS)ના પ્રથમ તબક્કા હેઠળ પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ (PGVCL) માં અમલમાં મૂકવાનો છે. PGVCL ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL) હેઠળ આવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X