For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અંગ્રેજી જ અદાલતની ભાષા, બીજી ભાષા બોલવા પર જોર ન આપી શકાયઃ ગુજરાત હાઈકોર્ટ

ન્યાયાલયની ભાષા અંગ્રેજી જ છે એવામાં બીજી ભાષા બોલવા પર જોર ન આપી શકીએ.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ ન્યાયાલયની ભાષા અંગ્રેજી જ છે એવામાં બીજી ભાષા બોલવા પર જોર ન આપી શકીએ. આ વાત ગુજરાત હાઈકોર્ટે કહી છે. આના માટે હાઈકોર્ટે જજને બંધારણના અનુચ્છેદ 348નો ઉલ્લેખ કર્યો છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે હાઈકોર્ટની ભાષા અંગ્રેજી હશે. જે હેઠળ કોઈ પક્ષકાર કોઈ અન્ય ભાષામાં સુનાવણી પર જોર ન આપી શકે.

ભાષા વિશે ગુજરાત હાઈકોર્ટે કરી ટિપ્પણી

ભાષા વિશે ગુજરાત હાઈકોર્ટે કરી ટિપ્પણી

વાસ્તવમાં, એક કેસની સુનાવણી દરમિયાન વ્યવસાયે એક વ્યક્તિએ અદાલતમાં કહ્યુ કે, 'હું માત્ર ગુજરાતીમાં દલીલ રજૂ કરીશ. સુનાવણી ગુજરાતીમાં કરો.' જેનો ચીફ જસ્ટીસ અરવિંદ કુમાર, જસ્ટીસ આશુતોષ જે શાસ્ત્રીની બેંચે જવાબ આપ્યો. ચીફ જસ્ટીસ અરવિંદ કુમારે કહ્યુ, 'અમે ગુજરાતી નથી સમજી શકતા. જો પક્ષકાર વકીલનો ખર્ચ ઉઠાવવામાં અસમર્થ હોય તો અમે પક્ષકારની કાનૂની મદદ તરીકે વકીલની સેવા અપાવી શકીએ છીએ.' તેમછતાં પક્ષકારે ગુજરાતીમાં વાત કરવા પર જોર આપ્યુ.

ચીફ જસ્ટીસ બોલ્યા - હું તો કન્નડમાં જવાબ આપીશ

ચીફ જસ્ટીસ બોલ્યા - હું તો કન્નડમાં જવાબ આપીશ

પક્ષકારના જિદ કરવા પર ચીફ જસ્ટીસે મૌખિક સુનાવણી દરમિયાન કહ્યુ, 'જો પક્ષકાર ગુજરાતીમાં દલીલ રજૂ કરી રહ્યા હોય તો અમે કન્નડમાં જવાબ આપીશુ.' આ સાંભળીને હાઈકોર્ટ પરિસરમાં હાજર અન્ય લોકો ચોંકી ગયા. જો કે, ચીફ જસ્ટીસ ઠંડા મૂડમાં હતા અને તેમની આગેવાનીમાં કોર્ટે એ સ્પષ્ટ કર્યુ કે હાઈકોર્ટમાં સુનાવણી અંગ્રેજીમાં થશે. ચીફ જસ્ટીસ અરવિંદ કુમાર, જસ્ટીસ આશુતોષ જે શાસ્ત્રીની બેંચે સુનાવણીની ભાષાને લઈને આ મહત્વની ટિપ્પણી કરી છે. આનાથી લોકોને એ જાણવા મળશે કે હાઈકોર્ટમાં સુનાવણીનુ કાર્ય અંગ્રેજી ભાષામાં થાય છે. જો કે, લોકો એ પણ માને છે કે આ ફરજ જજ ઉપર પણ છે કે જજ કઈ ભાષા જાણે છે.

પહેલી આવી હાઈકોર્ટ જ્યાં યુટ્યુબ પર લાઈવ સ્ટ્રીમિંગ થયુ શરુ

પહેલી આવી હાઈકોર્ટ જ્યાં યુટ્યુબ પર લાઈવ સ્ટ્રીમિંગ થયુ શરુ

તમને જણાવી દઈએ કે ગુજરાત હાઈકોર્ટ દેશની એવી પહેલી કોર્ટ બની જ્યાં સુનાવણીની યુટ્યુબ પર લાઈવ સ્ટ્રીમિંગ શરુ થઈ. અહીં આવુ ગયા વર્ષે થયુ હતુ. આનો ફાયદો એ છે કે કોર્ટની કાર્યવાહી સામાન્ય જનતા પણ લાઈવ જોઈ શકે છે. જુલાઈ મહિનામાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એન વી રમનાએ અહીં લાઈવ સ્ટ્રીમિંગનો આરંભ કરાવ્યો. રમના ખુદ વર્ચ્યુઅલ રીતે 17 જુલાઈથી ગુજરાત હાઈકોર્ટની સુનાવણીના જીવંત પ્રસારણના સાક્ષી બન્યા હતા.

English summary
Gujarat High Court's Chief Justice: English is the language of hearing in the court.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X