For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદની ધન્વંતરિ કોવિડ કેર હોસ્પિટલમાં ભારતીય નેવીએ તૈનાત કરી મેડિકલ ટીમ

ભારતીય નેવીએ શુક્રવારે(7 મે, 2021) ગુજરાતના અમદાવાદમાં ધનવંતરી કોવિડ કેર હોસ્પિટલ માટે 170 ડૉક્ટરો અને અન્ય મેડિકલ પ્રોફેશનલ્સની એક મેડિકલ ટીમ મોકલી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભારતીય નેવીએ શુક્રવારે(7 મે, 2021) ગુજરાતના અમદાવાદમાં ધનવંતરી કોવિડ કેર હોસ્પિટલ માટે 170 ડૉક્ટરો અને અન્ય મેડિકલ પ્રોફેશનલ્સની એક મેડિકલ ટીમ મોકલી છે. ભારતીય નેવીએ કહ્યુ કે, 'ભારતીય નેવીએ અમદાવાદમાં ધનવંતરી કોવિડ કેર હોસ્પિટલ માટે 170 ડૉક્ટરો અને અન્ય મેડિકલ પ્રોફેશનલ્સની એક મેડિકલ ટીમ મોકલી છે.'

indian navy

આ પહેલા સંરક્ષણ મંત્રાલયે 7 મે, 2021ના રોજ કહ્યુ હતુ કે, ભારતીય વાયુ સેના(IAF)ના 400 વિમાનો 4904 મેટ્રિક ટનની 252 ઑક્સિજન ટેન્કો લઈને દેશના અલગ અલગ શહેરોમાં ગયા છે. આ શહેરોમાં જામનગર, ભોપાલ, ચંદીગઢ, પાનગઢ, ઈંદોર, રાંચી, આગ્રા, જોધપુર, બેગમપેટ, ભૂવનેશ્વર, પૂણે, સુરત, રાયપુર, ઉદયપુર, મુંબઈ, લખનઉ, નાગપુર, ગ્વાલિયર, વિજયવાડા, બરોડા, દિમાપુર અને હિંદન શામેલ છે.

સંરક્ષણ મંત્રાલયે જણાવ્યુ કે, 'આ આઈએએફ એરક્રાફ્ટ 1233 મેટ્રિક ટનની કુલ ક્ષમતાવાળા 72 ક્રાયોજેનિક ઑક્સિજન સ્ટોરેજ કન્ટેનર તેમજ 1252 ખાલી ઑક્સિજન સિલિન્ડર લઈને 59 આંતરરાષ્ટ્રીય ઉડાનો પણ ભરશે.' સિંગાપોર, દૂબઈ, બેંગકોક, યુકે, જર્મની, બેલ્જીયમ અને ઑસ્ટ્રેલિયાથી કન્ટેઈનર્સ અને સિલિન્ડર પણ મેળવવામાં આવશે. વધુમાં C-17 અને IL-76 ઈઝરાયેલ અને સિંગાપોરથી ક્રાયોજેનિક ઑક્સિજન કન્ટેઈનર્સ, ઑક્સિજન જનરેટર્સ અને વેંટીલેટર્સ પણ લાવશે.

ચીનની પહેલી કોરોના વેક્સીનને WHOએ આપી મંજૂરીચીનની પહેલી કોરોના વેક્સીનને WHOએ આપી મંજૂરી

મંત્રાલયે વધુમાં ઉમેર્યુ કે, 'ભારતીય નેવીએ તેના શીપ INS તલવાર, INS કોલકત્તા, INS ઐરાવત, INS કોચી, INS તબર, INS ત્રિકંદ, INS જલસ્વ અને INS શાર્દૂલ્તોને પણ મિત્ર દેશોમાંથી ઑક્સિજન ટેંકરો, સિલિન્ડરો, કન્સન્ટ્રેટર્સ અને સંબંધિત સાધનો લાવવા માટે તૈનાત કર્યા છે.'

English summary
Gujarat: Medical team of Indian Navy deployed in Ahmedabad Dhanvantari covid care hospital
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X