આજે અમદાવાદમાં રમાશે ભારતની ઐતિહાસિક 1000મી વનડે મેચ

ભારત અને વેસ્ટ ઈંડીઝ વચ્ચે આજે અમદાવાદના મોટેરા સ્ટેડિયમ પર ત્રણ વનડે શ્રેણીની પ્રથમ વનડે રમાશે.

અમદાવાદઃ ભારત અને વેસ્ટ ઈંડીઝ વચ્ચે આજે અમદાવાદના મોટેરા સ્ટેડિયમ પર ત્રણ વનડે શ્રેણીની પ્રથમ વનડે રમાશે જે ભારતીય ક્રિકેટના ઈતિહાસની 1000મી વન ડે ઈન્ટરનેશનલ હશે. આ ઐતિહાસિક મેચ વિશ્વાના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. જેની ક્ષમતા 1 લાખ 32 દર્શકોની છે. જો કે કોરોના વાયરસની પરિસ્થિતિના કારણે સ્ટેડિયમમાં એક પણ દર્શકને એન્ટ્રી નહિ મળે.

motera

મોટેરા સ્ટેડિયમાં નવીનીકરણ બાદ અહીં ટી-20 અને ટેસ્ટ મેચ રમાઈ ચૂકી છે. ભારતીય ટીમ 2014 બાદ પહેલી વાર અમદાવાદમાં વન-ડે રમશે. 2014ની ભારતીય ટીમમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા જ હાલની ટીમનો ભાગ છે. 1999માં અમદાવાદ ખાતે સચિન તેંડુલકરે પોતાની બેવડી સદી ફટકારી હતી. વળી, સચિને વન-ડેમાં 18 હજાર આંતરરાષ્ટ્રીય રનની સિદ્ધિ પણ અમદાવાદમાં મેળવી હતી. હવે આજે ભારતીય ટીમ અમદાવાદમાં જ 1000મી વન-ડે રમવાની છે.

અમદાવાદ ખાતે ભારતીય ટીમની 1000મી વન-ડે મેચની ઉજવણી માટે એક ખાસ કેક કાપવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ આ ઐતિહાસિક મેચ માટે ભવ્ય આતશબાજીનુ આયોજન કરવામાં આવી શકે છે. તમને જણાવી દઈએ કે આજની મેચ માટે ભારતીય ટીમમાં રોહિત શર્મા(કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડ્ડા, ઋષભ પંચ,(વિકેટકીપર), દીપક ચાહર, શાર્દુલ ઠાકુર, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધા કૃષ્ણા, આવેશ ખાન, ઈશાન કિશન અને શાહરુખ ખાન છે.

ઉલ્લેખનીય છે કે દક્ષિણ આફ્રિકા સામેની હાર બાદ આ શ્રેણી જીતવી ટીમ ઈન્ડિયાના આત્મવિશ્વાસ માટે ખૂબ મહત્વપૂર્ણ છે. આ પહેલી વાર હશે જ્યારે રોહિત શર્મા ભૂતપૂર્વ વનડે કેપ્ટન તરીકે મેદાનમાં ઉતરશે. આ મેચ બપોરે 1.30 વાગે શરુ થશે. જ્યારે મેચનુ ટોસ બપોરે 1 વાગે થશે. મેચ સ્ટાર સ્પોર્ટસ નેટવર્કની ચેનલો પર વિવિધ ભાષાઓમાં જોઈ શકાશે. તેમજ મેચનુ ઓનલાઈન લાઈવ સ્ટ્રીમિંગ Hotstar પર સબસ્ક્રીપ્શન સાથે જોઈ શકાશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X