For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદની 900 ક્લિનિક-હોસ્પિટલોમાં નથી ફાયર NOC, અગ્નિકાંડ થાય તો જવાબદાર કોણ

અમદાવાદ મહાનગર પાલિકા તરફથી ફાયર એન્ડ ઈમરજન્સી સેવા(એએફઈએસ)એ ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ થોડા દિવસો અગાઉ ગુજરાતના અમદાવાદમાં આવેલ નવરંગપુરા સ્થિત શ્રેય હોસ્પિટલમાં આગ લાગી ગઈ હતી જેનાથી 8 કોરોના દર્દીના મોત થઈ ગયા હતા. આ મામલે દાખલ જનહિત અરજીમાં ગુજરાત હાઈકોર્ટ સમક્ષ હવે અમદાવાદ મહાનગર પાલિકા તરફથી ફાયર એન્ડ ઈમરજન્સી સેવા(એએફઈએસ)એ ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

ahmedabad fire

ફાયર એન્ડ ઈમરજન્સી સેવા(એએફઈએસ)ના મુખ્ય અગ્નિશામક અધિકારી એમ.એફ. દસ્તુરે જણાવ્યુ કે અમદાવાદ શહેરમાં લગભગ 2200 હોસ્પિટલ તેમજ ક્લીનિક છે. જેમાં 1300 હોસ્પિટલો તેમજ ક્લીનિક પાસે ફાયર અનાપત્તિ પ્રમાણપત્ર(એનઓસી) છે પરંતુ 900 હોસ્પિટલો-ક્લીનિકોમાં આજે પણ ફાયર એનઓસી નથી. તેમાં શ્રેય હોસ્પિટલની ફાયર એનઓસી એપ્રિલ મહિનામાં જ પૂરી થઈ ગઈ હતી.

એમ.એફ. દસ્તુર દ્વારા બુધવારે રજૂ કરવામાં આવેલ શપથપત્રના આ ખુલાસાથી સવાલ ઉઠવા લાગ્યા છે. છેવટે આટલી મોટી સંખ્યામાં હોસ્પિટલો તેમજ ક્લીનિક ફાયર એનઓસી વિના કેમ આપવામાં આવી રહી છે. એટલુ જ નહિ શપથપત્રથી એ પણ જાણવા મળ્યુ છે કે હાલમાં ફાયર સેફ્ટીના મુદ્દે ઈમારતો સામે કાર્યવાહી ટાળવામાં આવી રહી છે. અમદાવાદ નગરપાલિકા તરપથી સફાઈમાં કહેવામાં આવ્યુ છે કે બધી હોસ્પિટલો-ક્લીનિકને યોગ્ય ફાયર એનઓસી લેવાની વાત કહેવામાં આવશે. અમદાવાદ નગરપાલિકા તરફથી આ ઉપરાંત અન્ય બધી ઈમારતોને પણ એનઓસી માટે નોટિસ મોકલવામાં આવશે.

હાથરસમાં પીડિત પરિવારને મળવા જઈ શકે છે રાહુલ-પ્રિયંકાહાથરસમાં પીડિત પરિવારને મળવા જઈ શકે છે રાહુલ-પ્રિયંકા

English summary
No fire NOC in 900 clinics-hospitals of Ahmedabad: AFES
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X