For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતના આ શહેરની 80 ટકા વસ્તી કોવિડ એન્ટિબોડીઝ : રિપોર્ટ

અમદાવાદ શહેરના વિવિધ ભાગોમાં આશરે 5,000 લોકો પર હાથ ધરવામાં આવેલા સિરોલૉજીકલ સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે, સર્વેક્ષણમાં ભાગ લેનારા લોકોમાંથી 81.63 ટકા લોકોમાં કોવિડ એન્ટિબોડીઝ વિકસિત થઇ ગઇ છે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદ - શહેરના વિવિધ ભાગોમાં આશરે 5,000 લોકો પર હાથ ધરવામાં આવેલા સિરોલૉજીકલ સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે, સર્વેક્ષણમાં ભાગ લેનારા લોકોમાંથી 81.63 ટકા લોકોમાં કોવિડ એન્ટિબોડીઝ વિકસિત થઇ ગઇ છે. સોમવારના રોજ તાજેતરમાં થયેલા એક સર્વેને ધ્યાનમાં રાખીને અધિકારીઓએ જણાવ્યું હતું કે, જેમને હજૂ સુધી વેક્સીન લીધી નથી, તેમની સરખામણીએ કોરોનાવાયરસ સામે રક્ષણ આપતી રસીના બંને ડોઝ લીધા હોય તેવા લોકોમાં એન્ટિબોડીનું સ્તર વધારે હોય છે.

covid 19 antibodies

સર્વે 28 મે થી 3 જૂન દરમિયાન કરવામાં આવ્યો હતો

આ સર્વેક્ષણ સાર્સ કોવ 2 સામે શરીરમાં એન્ટિબોડીઝનું સંશોધન કરવા માટે કરવામાં આવ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ સર્વે 28 મે થી 3 જૂન દરમિયાન કરવામાં આવ્યો હતો, જ્યારે કોરોનાની બીજી લહેર ધીમી પડી રહી હતી. AMCના આરોગ્ય અધિકારી ડૉ. ભાવિન સોલંકીના જણાવ્યા મુજબ, અમે એન્ટિબોડીઝને શોધવા માટે નિયમિત સમયે સીરોસર્વેલન્સ અભ્યાસ કરીએ છીએ. અમદાવાદની સામાન્ય જનતાના 80 ટકા લોકોમાં એન્ટિબોડીઝ મળી આવી છે. જે લોકોએ વેક્સીનના બંને ડોઝ મેળવ્યા છે, તેમની પાસે એન્ટિબોડીઝનું પ્રમાણ વધુ છે.

એન્ટી કોવિડ રસીનો ડોઝ લીધો હોય તેવા લોકોમાં એન્ટીબોડીનું પ્રમાણ વધું

ડૉ. ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે, અભ્યાસ માટે કુલ 5,001 સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાંથી 32 સેમ્પલ વિવિધ કારણોસર રદ્દ કરવામાં આવ્યા હતા. જે બાદ 4,969 સેમ્પલનું રિઝલ્ટ બહાર આવ્યું છે. જેમાંથી 2,354 પુરુષ અને 2,615 મહિલા છે. આ સર્વે અનુસાર, મોટાભાગના એવા લોકોમાં એન્ટીબોડીનું પ્રમાણ વધુ છે કે જેમણે એન્ટી કોવિડ રસીનો ડોઝ લીધો હતો. આ સર્વેમાં શામેલ અમુક લોકોએ કોવિશિલ્ડ વેક્સીન લીધી હતી.

English summary
AHMEDABAD: A serological survey conducted on about 5,000 people in different parts of the city has revealed that 81.63 per cent of the respondents have developed covid antibodies. In light of a recent survey on Monday, officials said people who had received both doses of the coronavirus vaccine had higher levels of the antibody than those who had not yet been vaccinated.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X