For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM મોદીને આ વર્ષે રાખડી નહિ બાંધી શકે આ પાકિસ્તાની બહેન, પત્રમાં મોકલી દુઆ

રક્ષાબંધન પર આ વખતે એક પાકિસ્તાની બહેન ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ખુદ રાખડી નહિ બાંધી શકે.

|
Google Oneindia Gujarati News

રક્ષાબંધન પર આ વખતે એક પાકિસ્તાની બહેન ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ખુદ રાખડી નહિ બાંધી શકે. કોરોના સંકટના કારણે તેમણે ખુદ ન આવીને પ્રધાનમંત્રી માટે પોતાની રાખડી મોકલી છે. સાથે જ એક પત્ર દ્વારા દુઆઓ પણ મોકલી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કમર મોહસિન હસન નામની મહિલા જે પાકિસ્તાનના છે તે છેલ્લા 25 વર્ષોથી નરેન્દ્ર મોદી માટે રાખી બાંધે છે. તેમને મોદીજીની રાખી બહેન માનવામાં આવે છે પરંતુ આ વખતે કોરોનાના કારણે મોહસિન નરેન્દ્ર મોદી પાસે નહિ પહોંચી શકે. તેમણે પોસ્ટ દ્વારા રાખડી મોકલી છે. તેમણે એક પત્ર પણ લખ્યો છે જેમાં પીએમ મોદી માટે દુઆઓ લખી છે.

વર્ષમાં એક વાર જ મળી શકે છે

વર્ષમાં એક વાર જ મળી શકે છે

મોહસિને કહ્યુ કે મને અત્યાર સુધી પીએમ મોદીને મળવાનો મોકો નથી મળ્યો. જો કૉલ આવશે તો દિલ્લી જરૂર આવવા ઈચ્છીશ. મોદી એક સામાન્ય વ્યક્તિની જેમ ખૂબ જ કામ કરે છે. મને વર્ષમાં એક વાર જ તેમને મળવાનો મોકો મળે છે. પોતાના ભાઈના હાથે રાખડી બાંધવાના રક્ષાબંધનના તહેવાર પર જ આ સૌભાગ્ય મળે છે.

પીએમ મોદીની કરી પ્રશંસા

પીએમ મોદીની કરી પ્રશંસા

નરેન્દ્ર મોદીને રાખડી બાંધવાની વાત પર મોહસિન ખુશ છે. તેમણે મોદીની પ્રશંસા કરતા કહ્યુ કે, 'હું આના માટે ખૂબ જ ખુશ છુ. હું એ જ કામના કરુ છુ કે મોદી હંમેશા સ્વસ્થ રહે અને તેમના નિર્ણયોને આખી દુનિયામાં આમ જ ઓળખ મળતી રહે.'

ગુજરાતમાં રહે છે કમર મોહસિન હસન

ગુજરાતમાં રહે છે કમર મોહસિન હસન

મોહસિન કહે છે કે, 'મે જ્યારે મોદીજીને રાખડી બાંધવાની શરૂ કરી ત્યારે તે એક સંઘ કાર્યકર્તા હતા. અમારો પરિવાર પાકિસ્તાનના કરાંચી શહેરથી ગુજરાતના અમદાવાદમાં આવીને વસ્યો. હું અત્યારે અમદાવાદમાં જ રહુ છુ.'

મહારાષ્ટ્ર સરકારે બંધ કરી ઈમરજન્સી સમયના કેદીઓની પેન્શન યોજનામહારાષ્ટ્ર સરકારે બંધ કરી ઈમરજન્સી સમયના કેદીઓની પેન્શન યોજના

English summary
PM Narendra Modi’s Pakistani Rakhi-Sister, Qamar Mohsin Shaikh sent letter to delhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X