અમદાવાદમાં શરૂ થયો વરસાદ, સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાતમાં પણ આગાહી
અમદાવાદના વિવિધ વિસ્તારોમાં હાલમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થઈ ગયો છે.
અમદાવાદઃ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં હાલમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થઈ ગયો છે. અહીં નારણપુરા, ઘાટલોડિયા, એસજી હાઈવે, વૈષ્ણોદેવી, બોપલ, શીલજ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. વાતાવરણમાં ઠંડકની સાથે સાથે રસ્તા પર પાણી ભરાવાનુ પણ શરૂ થઈ ગયુ છે. આગામી બે દિવસ સુધી અમદાવાદમાં વરસાદની આગાહી છે. અમદાવાદમાં સિઝનનો 8.42 ઈંચ વરસાદ નોંધવામાં આવ્યો છે. વાસણા બેરેજમાં પાણીનુ લેવલ 134.25 ફૂટની સપાટીએ પહોંચી ગયુ છે જ્યારે કેનાલમાંથી 109 ક્યુસેક પાણીની જાવક નોંધવામાં આવી છે.

હવામાન વિભાગે આજે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, અરવલ્લી, મહિસાગર, ભાવનગર, અમરેલી, દ્વારકા, પોરબંદર અને પંચમહાલમાં ભારે વરસાદની આગાહી કરી છે. ચોમાસુ શરૂ થતા રાજ્યના મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સરેરાશ 29 ટકા જેટલો વરસાદ નોંધાયો છે જેમાં તાપી, ડાંગ, છોટા ઉદેપુર, ગીર સોમનાથ, પોરબંદર અને દાહોદમાં ઓછા પ્રમાણમાં વરસાદ થયો છે.
હવામાન ખાતાની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં માંડવી, દીવ, ઓખા અને જખઉના દરિયામાં ભારે પવનના કારણે 3થી 4 મીટર જેટલા ઉંચા મોજા ઉછળી શકે છે માટે દક્ષિણ ગુજરાતના માછીમારોને 24 જૂન સુધી દરિયા નહિ ખેડવા માટે ચેતવણી આપવામાં આવી છે. વળી, 60 કિમી સુધીનો પવન ફૂંકાવાની આગાહી હોવાથી દરિયાઈ વિસ્તારના માછીમારોને દરિયામાં ન જવા માટે સૂચના આપવામાં આવી છે. વળી, રાજ્યભરમાં 12 કલાકમાં 144 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે જેમાં મહેમદાવાદમાં 4.7 ઈંચ, ખેડામાં 3.3 ઈંચ, માંડલમાં 2.3 ઈંચ અને માતરમાં 2.9 ઈંચ વરસાદ નોંધવામાં આવ્યો છે.
-
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
ગુજરાતના ખેડૂતોને હાલ માવઠાની રાહત નહીં, હવામાન વિભાગની મોટી આગાહી -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
