Rath yatra Accident : રથયાત્રા દરમિયાન સર્જાયો અકસ્માત, જવાબદાર કોણ તંત્ર કે જનતા?
Rath Yatra Accident: અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં ભગવાન જગન્નાથની રથયાત્રાના રૂટ પર આવેલા એક જર્જરિત મકાનની બાલ્કની ઘરાશાયી થઇ હતી. આ દરમિયાન એક વ્યક્તિનું મોત થયું હતું, આ સાથે 24 લોકો ઘાયલ થયા હતા.
આ ઘટના અંગે દરિયાપુર પોલીસ નિરીક્ષક જે એસ ચૌધરીએ જણાવ્યું હતું કે, ઘાયલોમાં ઘણા લોકો બીજા માળની બાલ્કનિમાં ઉભા રહીને રથયાત્રા નિહાળી રહ્યા છે. આ સાથે ઘણા લોકો નીચે પણ ઉભા હતા.

ઘાયલોને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન મેહુલ પંચાલનું મૃત્યુ થયું હતું, જ્યારે અન્ય પાંચની હાલત સ્થિર હોવાનું જણાવવામાં આવ્યું હતું, એમ તેમણે જણાવ્યું હતું. ઘટનાના વીડિયોમાં જોઈ શકાય છે કે, જ્યારે ભગવાન જગન્નાથ રથયાત્રા પસાર થઈ રહી હતી, ત્યારે ત્રણ લોકો બાલ્કનીમાં ઉભા હતા. બે માળની ઇમારત જૂની અને જર્જરિત હોવાનું કહેવાય છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રથયાત્રાના રૂટ પરની તમામ જોખમી અને જર્જરિત ઈમારતોને નોટિસ આપવામાં આવે. કડિયાનાકા પાસે જે બિલ્ડિંગમાં અકસ્માત સર્જાયો હતો, તે બિલ્ડિંગ પણ જર્જરિત હાલતમાં હતી. જોકે, આ મામલે વહીવટીતંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી છે કે, કેમ તે સ્પષ્ટ નથી.
કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, કડિયાનાકા પાસે એક જૂના મકાનનો માલિક ત્રણ અન્ય લોકો સાથે રથયાત્રા નિહાળવા માટે ઊભો હતો. જે દરમિયાન અચાનક તે સ્લેબ પરથી નીચે પડી ગયો હતો. હાલ પાંચ લોકો ઘાયલ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. તમામને નાની મોટી ઈજાઓ થઈ છે. ઘાયલોને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ સાથે એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ઘટના ત્યારે બની જ્યારે રથયાત્રા દરમિયાન ટ્રક દ્વારા આસપાસના લોકોને પ્રસાદ વહેંચવામાં આવી રહ્યો હતો. સ્થાનિક લોકોનું કહેવું છે કે, જ્યારે લોકો પ્રસાદ લેવા માટે નીચે આવ્યા ત્યારે બાલ્કની પડી અને ઘણા લોકો તેની ઝપેટમાં આવી ગયા. રથયાત્રા કોઈપણ અવરોધ વિના આગળ વધી રહી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઘોર બેદરકારીના કારણે આ દુર્ઘટના બની હતી. ઉલ્લેખનીય છે કે, AMC ના મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા રથયાત્રાના રૂટ પરના તમામ જર્જરિત મકાનોની તપાસ કરવામાં આવે છે, તેમજ તેના પર જાહેર નોટિસ પણ લગાવવામાં આવે છે.
આ સાથે આ મકાન પર કોઈએ ગેલેરીમાં ન ઊભા રહેવા માટે સૂચના આપવામાં આવી છે, પરંતુ આ માત્ર કાર્યવાહી માત્ર કાગળ પર જ કરવામાં આવે છે અને જેના જ ભાગરૂપે આવી ગંભીર દુર્ઘટના સર્જાય છે.
ભગવાન જગન્નાથની રથયાત્રા અમદાવાદ શહેરના કોર્ટ વિસ્તારમાંથી પસાર થાય છે. આ વિસ્તારોમાં વર્ષો જૂની ઘણી જર્જરિત ઇમારતો આવેલી છે. આ રથયાત્રાના સમયે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા રથયાત્રાના રૂટ ઉપર આવતા તમામ જર્જરિત મકાનોની તપાસ કરે છે, અને તેના ઉપર કોર્પોરેશનની નોટિસ લગાવવામાં આવે છે.
આવા મકાન ભયજનક છે અને તેના ઉપર કોઈપણ વ્યક્તિએ ઊભું રહેવું નહીં, તેવી જાણ કરવામાં આવે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા જે મકાન જર્જરિત હોય ત્યાં આ નોટિસ લગાવવામાં આવે છે અને તેની એક નકલ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પણ આપવામાં આવે છે, જેથી આ મકાન ઉપર કોઈપણ વ્યક્તિ રથયાત્રા દરમિયાન ઊભા રહે નહીં. જર્જરિત મકાનોને નોટિસ આપવાની કાર્યવાહી માત્ર કાગળ ઉપર જ થાય છે.












Click it and Unblock the Notifications
