For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદમાં મ્યુકર માઈકોસીસના કેસમાં વધારો, સ્ટીરૉઈડ અને ઑક્સિજન પર રહેનાર દર્દીને જોખમ

ગુજરાતમાં થોડા દિવસથી કોરોના વાયરસના કેસોમાં નજીવો ઘટાડો નોંધાઈ રહ્યો છે ત્યાં મ્યૂકર માઈકોસીસના કેસો સામે આવી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ ગુજરાતમાં થોડા દિવસથી કોરોના વાયરસના કેસોમાં નજીવો ઘટાડો નોંધાઈ રહ્યો છે ત્યાં મ્યૂકર માઈકોસીસના કેસો સામે આવી રહ્યા છે. કોરોનાના ઈલાજ દરમિયાન મ્યૂકર માઈકોસીસની સમસ્યા થાય છે. આ એક પ્રકારનુ ફંગલ ઈન્ફેક્શન છે. કોરોનાની સારવાર વખતે અપાતા સ્ટીરોઈડ અને લાંબો સમય ઑક્સિજન પર રહેનાર દર્દીને આ બિમારીનુ જોખમ હોય છે.

kalpesh patel

અમદાવાદની મેડિકલ કૉલેજના એસોસિએટ પ્રોફેસર ડૉ.કલ્પેશ પટેલે જણાવ્યુ કે, 'છેલ્લા 15-20 દિવસથી કોવિડ-19 દર્દીઓમાં મ્યૂકર માઈકોસીસના કેસમાં વધારો થયો છે. માત્ર ઈએનટી વૉર્ડમાં જ 67 દર્દીઓ મ્યૂકર માઈકોસીસના છે. જેમાંથી 45 દર્દીઓ વેઈટિંગમાં છે. અમે રોજના 5-7 ઑપરેશન કરી રહ્યા છે. આવા દર્દીઓના મૉર્ટાલિટી રેટ 40થી 50 ટકા છે.' આ ઈન્ફેક્શન નાક, મોઢા અને આંખમાં લાગે છે. જે એક પ્રકારે ઉધઈ જેવો રોગ છે. જે ભાગમાં સડો હોય તે ભાગ કાઢી નાખવો પડે છે છેલ્લા સ્ટેજમાં ચેપ મગજ સુધી પણ પહોંચી જાય છે.

અમદાવાદઃ સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ડ્રાઈવ થ્રૂ વેક્સીનેશન શરૂઅમદાવાદઃ સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ડ્રાઈવ થ્રૂ વેક્સીનેશન શરૂ

તમને જણાવી દઈએ કે જે દર્દીને ડાયાબિટીસ હોય, કોરોના ઈલાજ દરમિયાન સ્ટીરૉઈડની જરૂર પડી હોય, પાંચથી વધુ દિવસ ઑક્સિજન પર રહેવુ પડ્યુ હોય તેમને મ્યૂકર માઈકોસીસ થવાની સંભાવના વધુ છે. મ્યૂકર માઈકોસીસન થયુ હોય તો દાંત અચાનક હલવા લાગે, પેઢામાં પરુ થાય, તાળવાનો રંગ બદલાય, ગાલ પર સોજો આવે, ગાલનો રંગ બદલાય, ઉપરનુ જડબુ, નાકનુ હાડકુ, આંખની નીચેનુ હાડકુ ખવાઈ જાય છે.

English summary
Rise in cases of Mucormycosis in covid patients in Ahmedabad.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X