For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદઃ 900 કરોડની જમીનના માલિકનુ ભૂમાફિયાઓએ કર્યુ અપહરણ

ગુજરાતમાં અમદાવાદ શહેરના ઘુમા કબીર મંદિરના મહંત કૃપાચરણના અપહરણની ઘટના સામે આવી છે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદ શહેરના ઘુમા કબીર મંદિરના મહંત કૃપાચરણના અપહરણની ઘટના સામે આવી છે. મહંત કૃપાચરણ 35 વીઘા જમીનાના માલિક છે અને આ જમીની માર્કેટ વેલ્યુ 900 કરોડ રૂપિયા છે. કાલે સાંજે બે લોકોએ તેમનુ અપહરણ કરી લીધુ. જો કે શહેરમાં પોલિસે નાકાબંધી કરી દેતા અપહરણકર્તા ગભરાઈ ગયા અને મહંતને રસ્તા વચ્ચે જ છોડીને ફરાર થઈ ગયા. સકુશળ બચેલા મહંતે બાદમાં ઘટના વિશે જણાવ્યુ. મહંત કૃપાચરણ બોલ્યા કે હું સાંજે લગભગ સાડા છ વાગે મંદિર પાસે એકલો બેઠો હતો ત્યારે અજાણ્યા લોકોએ મને ઉઠાવી લીધો.

gujarat news

માહિતી મુજબ કૃપાચરણ અબજો રૂપિયાની જમીનના એકમાત્ર માલિક છે અને આના કારણે તેમની જમીન પર ભૂમાફિયાઓની નજર છે. મહંત કૃપાચરણના જણાવ્યા મુજબ બે અજાણ્યા લોકો બોલેરોથી આવ્યા હતા અને નજીક આવીને કહ્યુ કે તે બિહાર પોલિસની ટીમ છે. તેમની અમુક પૂછપરછ કરવાની છે અને એમ કહીને મને સાથે લઈ ગયા. જો કે આ દરમિયાન મંદિર પાસે રહેતા તુલસી પટેલની જતી વખતે તેમના પર નજર પડી ગઈ તો તેમણે તરત જ પોલિસ સ્ટેશનમાં તેની સૂચના આપી દીધી. પછી મહંતના આ રીતે અચાનક બોલેરોમાં જવાની વાત પર પોલિસને પણ અનહોનીની શંકા ગઈ અને આખા શહેરમાં બોલેરોને પકડવા માટે નાકાબંધી કરી દેવામાં આવી.

કૃપાચરણે જણાવ્યુ કે બંને લોકો મને ઠેર-ઠેર ફેરવતા રહ્યા પરંતુ દરેક જગ્યાએ નાકાબંધી જોઈને બાદમાં એક સૂમસામ જગ્યાએ છોડીને ફરાર થઈ ગયા. હાલમાં મહંતના જણાવ્યા મુજબ પોલિસ આરોપીઓની શોધમાં લાગેલી છે. જણાવવામાં આવી રહ્યુ છે કે મહંતની જમીન પૉશ એરિયા પાસે છે. માટે તેની માર્કેટ વેલ્યુ ખૂબ છે. તે લગભગ 900 કરોડ રૂપિયાની છે. અપહરણની ઘટનાથી પહેલા પણ જમીનના ડુપ્લીકેટ કાગળો બનાવીને અને મહંતને ડરાવીને જમીન હડપવાની બે વાર કોશિશ થઈ ચૂકી છે.

કોરોના વાયરસથી નહિ પરંતુ 2020માં આ બિમારીથી થયા સૌથી વધુ મોતકોરોના વાયરસથી નહિ પરંતુ 2020માં આ બિમારીથી થયા સૌથી વધુ મોત

English summary
Rs 900 Crore worth land owner kidnapped by 2 men, Then escaped him after few hours due to police blockade.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X