For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાઈઓને જીવનદાન આપ્યું બહેનોએ, રક્ષાબંધન પર વાંચો ખાસ અહેવાલ

ભાઈઓને જીવનદાન આપ્યું બહેનોએ, રક્ષાબંધન પર વાંચો ખાસ અહેવાલ

|
Google Oneindia Gujarati News

ભાઈના જીવનમાં, ભાઈના જીવન વિકાસમાં બહેનની સ્નેહપૂર્ણ અને પ્રેરક શુભેચ્છાનું પ્રતિક રક્ષાબંધ છે. હિંદુ સમાજમાં શ્રાવણી પૂર્ણિમાના દિવસે બધી જ બહેનો પોતાના ભાઈનાકાંડે રાખડી બાંધી તેની સર્વ પ્રકારની રક્ષા ઈચ્છે છે. છેલ્લા એક વર્ષમાં ભાઈને બચાવવા માટે બહેનો આગળ આવી છે, જરૂર પડ્યે ઓર્ગન ડોનેટ પણ કર્યાં છે.

raksha bandhan

ઈન્સ્ટીટ્યૂટ ઑફઉ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર (IKDRC)માં થયેલ 13 ભાઈ-બહેનના કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યાં હતાં, જેમાંથી 12 ડોનર બહેન હતી જેમણે પોતાના ભાઈઓને બીજું જીવન આપવા પોતાની કિડની ડોનેટ કરી દીધી.

ટીઓઆઈના અહેવાલ મુજબ સુરેન્દ્રનગરના પ્રતાપ રેહવાને પોતાની બહેન સરોજ પાસેથી કિડની મળી. 2014માં પ્રતાપની કિડની ફેલ થઈ ગઈ હતી અને તે ડાયાલિસિસ પર ટકી રહ્યો હતો. જો કે, જ્યારે ડોક્ટરોએ કહ્યું કે તેમનો જીવ બચાવવા માટે હવે ટ્રન્સપ્લાન્ટ કરવું ખુબ જરૂરી છે ત્યારે પરીક્ષણ કરનાર તેમની બહેન પહેલા વ્યક્તિ હતા.

બહેન પરણેલી હોય અને તેને બાળકો પણ હોય પ્રતાપ સંકોચ રાખી રહ્યો હતો પરંતુ બહેન અડગ હતી. સદનસીબે તેના પતિએ તેના નિર્ણયને ટેકો આપ્યો. ભાવનાઓમાં વહીને પ્રતાપે કહ્યું કે, "સરોજે બાળપણથી જ મારો ખ્યાલ રાખ્યો છે. તેણીએ કિડની ડોનેટ કરી મારું જીવન બચાવીને મને આજીવન ઋણી બનાવી દીધો છે."

IKDRCના ડાયરેક્ટર ડૉક્ટર વિનિત મશ્રાએ કહ્યું કે પરિવારના સભ્યો માટે અંગદાનમાં મહિલાઓ આગળ રહે છે. "જો બહેનનું અંગ મેચ થઈ જાય તો ભાઈનો જીવ બચાવવા માટે દાન આપવાનું ધારી જ લે છે. અમારે ત્યાં 25 વર્ષની બહેનનો પણ એક કેસ આવેલો હતો જેણે પોતાા ભાઈને બચાવવા માટે આટલી નાની ઉંમરે કિડની ડોનેટ કરી દીધી."

ડૉ મિશ્રાએ જણાવ્યું કે, 2019માં અજમેરી ખાતુને (25) પોતાના ભાઈ ગુલામ અંસારી (26)નો જીવ બચાવવા માટે કિડની ડોનેટ કરી દીધી હતી. સૌથી મોટા ભાંડેળામાં ચેતના પટેલે (59) પોતાના ભાઈ અનિલ પટેલ (56)ને સ્વેચ્છાએ કિડની આપી હતી.

ગૃહમંત્રી અમિત શાહને પણ કોરોના થયો, ખુદ ટ્વીટ કરી જાણકારી આપીગૃહમંત્રી અમિત શાહને પણ કોરોના થયો, ખુદ ટ્વીટ કરી જાણકારી આપી

English summary
Sisters give the gift of life to brothers, 12 Of 13 Sibling Organ Donors Were Sisters At IKDRC
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X