આફ્રિકાના યુવક-યુવતી પેટમાં છૂપાવીને લાવ્યા એવી વસ્તુ, ડૉક્ટરોએ એક્સ-રે કરીને કાઢી, ચોંકી ગયા અધિકારીઓ
એવા યુવક-યુવતી પકડાયા છે જે તેમના પેટમાં પ્રતિબંધિત વસ્તુ છૂપાવીને લાવ્યા હતા.
અમદાવાદઃ ભારત સરકારના ડાયરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઈંટેલીજન્સ ડિપાર્ટમેન્ટએ એવા યુવક-યુવતીને પકડ્યા છે જે તેમના પેટમાં પ્રતિબંધિત વસ્તુ છૂપાવીને લાવ્યા હતા. બંને સાઉથ આફ્રિકાથી આવ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર તેમનુ ચેકિંગ થયુ જ્યાં તેમના પર શંકા ગઈ. ત્યારબાદ તેમને પકડીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા.

સાઉથ આફ્રિકાથી આવ્યા હતા
યુવકને સોલા સિવિલ હોસ્પિટલ અને મહિલાને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. જ્યાં એક્સ-રે કરાવવા પર તેમના પેટલમાં ટેબ્લેટ-કેપ્સ્યુલ જોવા મળી. ડૉક્ટરોએ જણાવ્યુ કે પુરુષના પેટમાં 85 અને મહિલાના પેટમાં 50થી વધુ ટેબ્લેટ-કેપ્સ્યુલ હતી. તે પ્રતિબંધિત ડ્ર્ગ્ઝ હતી. તેને કાઢી લેવામાં આવી.
અમદાવાદ એરપોર્ટ પર પકડાયા
ડાયરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઈંટેલીજન્સ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ કહ્યુ કે તેમને અમદાવાદ એરપોર્ટથી આ અંગે સૂચના મળી હતી. ત્યારબાદ ઉપરોક્ત યુવક-યુવતીને પકડવામાં આવ્યા. ત્યારબાદ તપાસ કરવામાં આવી. ત્યારે ડૉક્ટરોએ પેટમાંથી 2 ઈંચ લાંબી 50થી વધુ કેપ્સ્યુલ કાઢી. તેમને ડાયરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઈંટેલીજન્સ ડિપાર્ટમેન્ટને સોંપી દેવામાં આવ્યા.
પૂછપરછ કરવામાં આવી રહી
ડૉક્ટરોનુ કહેવુ છે કે મેડિકલ પ્રોસિજર દરમિયાન યુવતી ગભરાઈ ગઈ હતી. પરંતુ કંઈ બોલી શકતી નહોતી. એક્સ-રે કરવા પર તેના પેટમાંથી ટેબ્લેટ-કેપ્સ્યુલ દેખાયા ત્યારે તેને કાઢવા માટે કહ્યુ. બંને હવે ઠીક છે. આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.












Click it and Unblock the Notifications
