અમદાવાદમાં ટ્રાફિક પોલીસની સ્પેશ્યલ ડ્રાઇવ, ટ્રાફિક નિયમોનુ કરજો પાલન, નહીતર...
અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે 3 દિવસ માટે સીટબેલ્ટ પહેરવા અંગે ખાસ ડ્રાઈવ શરૂ કરી છે. આ ડ્રાઈવનો હેતુ કારમાં બેઠેલા તમામ વ્યક્તિઓને ફરજીયાત સીટ બેલ્ટ પહેરવા અંગે જાગૃતિ આવે તે માટેનો હશે. પોલીસ અધિકારીનું કહેવું છે કે, દંડ
અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે 3 દિવસ માટે સીટબેલ્ટ પહેરવા અંગે ખાસ ડ્રાઈવ શરૂ કરી છે. આ ડ્રાઈવનો હેતુ કારમાં બેઠેલા તમામ વ્યક્તિઓને ફરજીયાત સીટ બેલ્ટ પહેરવા અંગે જાગૃતિ આવે તે માટેનો હશે. પોલીસ અધિકારીનું કહેવું છે કે, દંડની વસૂલાત માટે હાલ કોઈ સૂચના નથી પણ પોતાની સુરક્ષા એ વાહન ચાલકની જવાબદારી હોવાથી ત્રણ દિવસની ઝૂંબેશમાં માત્ર સમજાવટ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું અકસ્માતમાં મોત થતાં શહેર પોલીસે આ બીડું ઝડપ્યું છે. મુંબઈ-અમદાવાદ હાઈવે પર ટાટા સન્સના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું. પ્રાથમિક તપાસમાં પોલીસ અકસ્માતનું કારણ ઓવરસ્પીડ અને રોંગ સાઇડથી ઓવરટેક હોવાનું માની રહી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, પાછળ બેસેલા સાયરસ મિસ્ત્રીએ સીટ બેલ્ટ બાંધ્યો ન હતો.
કેન્દ્રીય મોટર વાહન નિયમ (1989)ની કલમ 138(3) અનુસાર કારમાં સીટ બેલ્ટ આપવામાં આવે છે અને તે દરેક કાર ચાલકે ખાસ કરીને આગળની સીટ પર બેઠેલી વ્યક્તિએ સીટ બેલ્ટ લગાડવો જરૂરી છે. સાથે જ 5 સીટર કારમાં પાછળ બેસતા લોકોને સીટ બેલ્ટ પહેરવો જરૂરી છે. મહત્વ ની વાત તો એ છે કે ટ્રાફિક પોલીસ અવાર નવાર ટ્રાફિક નિયમને લઈ કાર્યવાહી કરતી હોય છે અને ડ્રાઇવ પણ કરતી હોય છે પંરતુ થોડા દિવસ સુધી નિયમ નું પાલન થાય છે અને થોડા દિવસ બાદ પરિસ્થિતિ એવીજ થઈ જાય છે. ત્યારે આ વખતે ઉદ્યોગપતિના મોત બાદ સીટ બેલ્ટ ને લઈ અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા એક ડ્રાઇવ શરૂ કરવામાં આવી રહ્યું છે અને સીટ બેલ્ટ કેમ ઉપયોગી છે તેની જાણ કરવામાં આવશે.
ઉલ્લેખનિય છે કે, ગઇકાલે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, સરકાર વ્હિકલ નિર્માતાઓ માટે પાછળની સીટો માટે પણ સીટ બેલ્ટ એલાર્મ સિસ્ટમ મૂકવી ફરજિયાત બનાવવાની યોજના બનાવી રહી છે. હાલમાં તમામ વાહન ઉત્પાદકો માટે માત્ર આગળની સીટના મુસાફરો માટે જ સીટ બેલ્ટ રિમાઇન્ડર આપવાનું ફરજિયાત છે. એક કાર્યક્રમ દરમિયાન ગડકરીએ કહ્યું કે, કાર અકસ્માતમાં સાયરસ મિસ્ત્રીના નિધન બાદ અમે નિર્ણય લીધો છે કે વાહનોમાં પાછળની સીટો માટે સીટ બેલ્ટ બીપ સિસ્ટમ પણ હશે. તેમણે કહ્યું કે, બધા માટે સીટ બેલ્ટ પહેરવો ફરજિયાત રહેશે. સાથે જ આ નિયમનું ઉલ્લંઘન કરનારાઓને દંડ ફટકારવામાં આવશે. સીટ બેલ્ટ ન પહેરવા બદલ ચલણને મંજૂરી આપવામાં આવશે. આ આદેશને 3 દિવસની અંદર લાગુ કરવામાં આવશે.
-
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત







Click it and Unblock the Notifications
