For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આવતીકાલથી લોકોને અપાશે વેક્સિનનો બુસ્ટર ડોઝ, AMCએ કરી લીધી પુરી તૈયારી

કોરોનાની ત્રીજી લહેર અને ઓમિક્રોનની દહેશત વચ્ચે કેન્દ્ર સરકારે ત્રીજા એટલે કે બુસ્ટર ડોઝ આપવા માટે મંજૂરીની મોહર મારી દીધી છે. હેલ્થ અને ફ્રન્ટલાઈન વર્કરો ફ્રન્ટલાઇન વર્કર્સ,60થી વધુ વયના લોકોને આવતીકાલ 10 જાન્યુઆરી 2022

|
Google Oneindia Gujarati News

કોરોનાની ત્રીજી લહેર અને ઓમિક્રોનની દહેશત વચ્ચે કેન્દ્ર સરકારે ત્રીજા એટલે કે બુસ્ટર ડોઝ આપવા માટે મંજૂરીની મોહર મારી દીધી છે. હેલ્થ અને ફ્રન્ટલાઈન વર્કરો ફ્રન્ટલાઇન વર્કર્સ,60થી વધુ વયના લોકોને આવતીકાલ 10 જાન્યુઆરી 2022થી બુસ્ટર ડોઝ આપવામાં આવશે. ત્યારે અમદાવાદ મનપાએ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. 1 લાખ હેલ્થ અને ફ્રન્ટલાઈન વર્કરો બૂસ્ટર ડોઝ માટે લાયક છે ત્યારે બીજા ડોઝ લીધાના 39 સપ્તાહના સમય બાદ જ આ ત્રીજો ડોઝ આપવામાં આવશે. અર્બન હેલ્થ સેન્ટરો-AMC સંચાલિત હોસ્પિટલમાં બૂસ્ટર ડોઝની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. તબક્કા મુજબ લાયક થનાર લોકોને બૂસ્ટર ડોઝ આપવામાં આવશે તેવી માહિતી કોપોરેશનના અધિકારીઑએ આપી છે.

Vaccine

બુસ્ટર ડોઝ કોને આપી શકાય?

સામાન્ય રીતે 16 વરસથી ઉપરના તમામને બુસ્ટર ડોઝ આપી શકાય છે પણ ભારતમાં હાલ પૂરતી ઉપરોક્ત વ્યવસ્થા કરવામાં આવી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 25 ડિસેમ્બરની રાત્રે કેર અને ફ્રન્ટલાઈન વર્કર્સને 10 જાન્યુઆરીથી વેક્સિનના બૂસ્ટર ડોઝ આપવાની જાહેરાત કરી હતી. સાથે તેમણે કોમોરબીડિટી ધરાવતા વૃદ્ધોને પણ ડોક્ટરની સલાહ બાદ પ્રિકોશનરી ડોઝ આપવાની જાહેરાત કરી હતી.

કઈ વેક્સિન મળશે?

એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર ત્રીજા ડોઝ માં અલગ વેક્સિન આપવાની સંભાવના છે. જેમ કે પહેલા બે ડોઝ કોવેકસીનના લીધા હોય તેને ત્રીજો ડોઝ કોવિશિલ્ડ અને જેને પ્રથમ બે કોવિશિલ્ડ લીધા હોય તેઓને ત્રીજો ડોઝ કોવેક્સિનનો મળશે. આ અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી અપાઈ નથી.

English summary
The booster dose of the vaccine will be given to the people from tomorrow, AMC has made all the preparations
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X