For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજ્ય પાસે હાલ વેક્સીનના 13 લાખ ડોઝ સ્ટોકમાં છે - રાજ્ય આરોગ્ય મંત્રી

રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને સોમવારના રોજ અમદાવાદ શહેરમાં આવેલી સોલા સિવિલ હોસ્પિટલમાં કોવિડ રસીનો બીજો ડોઝ લીધો હતો. આ પ્રસંગે રાજ્યના આરોગ્ય મંત્રી નીતિન પટેલે કહ્યુંં કે, રાજ્યમાં 13 લાખ રસી ડોઝ ઉપલ્બ્ધ છે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદ : રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને સોમવારના રોજ અમદાવાદ શહેરમાં આવેલી સોલા સિવિલ હોસ્પિટલમાં કોવિડ રસીનો બીજો ડોઝ લીધો હતો. આ પ્રસંગે રાજ્યના આરોગ્ય મંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, હાલ રાજ્યમાં 13 લાખ રસી ડોઝ ઉપલ્બ્ધ છે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં 4 કરોડ વ્યક્તિઓને વેક્સીનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે, ભારતમાં પ્રતિ મિલિયન આધારે રસીકરણમાં ગુજરાત ટોચ પર છે. આ સાથે નીતિન પટેલે અપીલ કરી હતી કે, વહેલી તકે રસી લઇ લેવા માટે દરેકને અપીલ કરું છું.

state health minister

રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર 3.07 કરોડ વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 98.74 લાખ બીજો ડોઝ મળ્યો છે, જે કુલ રસીકરણને 4.06 કરોડ સુધી લઈ જાય છે. અત્યાર સુધીમાં હેલ્થ વર્કર કેટેગરીમાં 5.22 લાખ લોકોને બંને ડોઝ મળ્યા છે, જ્યારે ફ્રન્ટલાઈન વર્કર કેટેગરીમાં 10.6 લાખને બંને ડોઝ મળ્યા છે.

આ સાથે45થી 59ના વયજૂથના 72.13 લાખ લોકોને બંને રસી મળી છે. હાલમાં 18થી 45ના વયજૂથમાં મહત્તમ પ્રથમ ડોઝ 1.51 કરોડ લોકોને આપવામાં આવ્યો છે, જ્યારે 10.77 લાખ લોકોને બંને ડોઝ આપવામાં આવ્યા છે.

English summary
Deputy Chief Minister Nitin Patel received a second dose of Kovid vaccine at Sola Civil Hospital in Ahmedabad on Monday. On the occasion, State Health Minister Nitin Patel said that at present 13 lakh vaccine doses are available in the state.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X