Western Railway: પશ્ચિમ રેલવેએ અમદાવાદ-વડોદરા સેક્શનમાં કવચ લોકો ટ્રાયલ પૂર્ણ કરી
Western Railway: પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદથી વડોદરા (ઓટોમેટિક સિગ્નલિંગ) વિભાગને જોડતા 96 કિલોમીટરના રૂટ પર કવચ સિસ્ટમનું લોકો ટ્રાયલ સફળતાપૂર્વક પૂર્ણ થયું છે.
ઉલ્લેખનીય છે કે, વડોદરા-સુરત-વિરાર (ઓટોમેટિક સિગ્નલિંગ) વિભાગ પર, કુલ 336 કિલોમીટરમાંથી કવચનું 201 કિલોમીટરનું કામ પૂર્ણ થયું છે.

અત્રે નોંધનીય બાબત છે કે, સંભવિત અકસ્માતની પરિસ્થિતિના કિસ્સામાં, કવચ આપોઆપ બ્રેક લાગુ કરે છે, અને ટ્રેનની ગતિને નિયંત્રિત કરે છે.
ખરાબ હવામાનમાં પણ ટ્રેનોના સરળ સંચાલન માટે કવચ મદદરૂપ થશે. મેક ઇન ઇન્ડિયા ટેક્નોલોજી કવચ ભારતીય રેલવેને શૂન્ય અકસ્માત લક્ષ્યાંક હાંસલ કરવામાં મદદ કરી રહી છે.












Click it and Unblock the Notifications
