Western Railway: પશ્ચિમ રેલવેએ લંબાવી છ જોડી સ્પેશિયલ ટ્રેનોની ટ્રિપ્સ, જાણો યાદી
Western Railway: મુસાફરોની સુવિધા માટે અને મુસાફરીની માંગને પહોંચી વળવા માટે, પશ્ચિમ રેલવે દ્વારા વિશેષ ભાડા પર છ જોડી સ્પેશિયલ ટ્રેનોની ટ્રિપ્સ લંબાવવામાં આવી છે.
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેક દ્વારા જાહેર કરવામાં આવેલી અખબારી યાદી મુજબ, આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:
1. ટ્રેન નંબર 02200 બાંદ્રા ટર્મિનસ - વિરાંગના લક્ષ્મીબાઈ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલને 31મી ઓગસ્ટ, 2024 સુધી લંબાવવામાં આવી છે.
આવી જ રીતે, ટ્રેન નંબર 02199 વિરાંગના લક્ષ્મીબાઈ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલને 29મી ઓગસ્ટ, 2024 સુધી લંબાવવામાં આવી છે.
2. ટ્રેન નંબર 04126 બાંદ્રા ટર્મિનસ - સુબેદારગંજ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ 27મી ઓગસ્ટ, 2024 સુધી લંબાવવામાં આવી છે.
આવી જ રીતે, ટ્રેન નંબર 04125 સુબેદારગંજ - બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સાપ્તાહિક વિશેષને 26મી ઓગસ્ટ, 2024 સુધી લંબાવવામાં આવી છે.

3. ટ્રેન નંબર 01920 અમદાવાદ - આગ્રા કેન્ટ ત્રિ-સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલને 01મી સપ્ટેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે.
આવી જ રીતે, 01919 આગ્રા કેન્ટ - અમદાવાદ ત્રિ-સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલને 31મી ઓગસ્ટ, 2024 સુધી લંબાવવામાં આવી છે.
4. ટ્રેન નંબર 01906 અમદાવાદ - કાનપુર સેન્ટ્રલ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ 27મી ઓગસ્ટ, 2024 સુધી લંબાવવામાં આવી છે.
આવી જ રીતે, ટ્રેન નંબર 01905 કાનપુર સેન્ટ્રલ - અમદાવાદ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ 26 ઓગસ્ટ, 2024 સુધી લંબાવવામાં આવી છે.
5. ટ્રેન નંબર 04166 અમદાવાદ - આગ્રા કેન્ટ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ 29મી ઓગસ્ટ, 2024 સુધી લંબાવવામાં આવી છે.
આવી જ રીતે, 04165 આગ્રા કેન્ટ - અમદાવાદ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલને 28મી ઓગસ્ટ, 2024 સુધી લંબાવવામાં આવી છે.
6. ટ્રેન નંબર 04168 અમદાવાદ - આગ્રા કેન્ટ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ 26મી ઓગસ્ટ, 2024 સુધી લંબાવવામાં આવી છે.
આવી જ રીતે, 04167 આગ્રા કેન્ટ - અમદાવાદ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલને 25મી ઓગસ્ટ, 2024 સુધી લંબાવવામાં આવી છે.












Click it and Unblock the Notifications
