જો આવું થયું, તો 31 ડિસેમ્બરથી JIOની ફ્રી સર્વિસ બંધ!

Written By:
Subscribe to Oneindia News

રિલાયન્સ જિયોની ફ્રી ઇન્ટરનેટ, ફ્રી કોલિંગની સેવાઓનો લાભ ઉઠાવી રહેલા ગ્રાહકો માટે ખબર સારી નથી. રિલાયન્સ જિયોની ફ્રી ઇન્ટરનેટ સુવિધા 31 ડિસેમ્બર બાદ બંધ થઇ જશે. આમ તો થોડા વખત પહેલાં જ રિલાયન્સે પોતાની ફ્રી ઇન્ટરનેટ અને કોલિંગની સેવાની તારીખ માર્ચ સુધી આગળ વધારી હતી.

અહીં વાંચો - અત્યારે જિયો મફત,પછી ભરવું પડશે બિલ! બચવા માટે શું કરશો?

પરંતુ હવે જે ખાબર આવી છે, આ જાણીને રિલાયન્સ જિયો અને તેમના ગ્રાહકોને આંચકો લાગશે. શું છે વિવાદ? આવો જાણીએ.

શું છે વિવાદ?

શું છે વિવાદ?

જિયોની આ ફ્રી સર્વિસની સ્કિમથી તેની પ્રતિસ્પર્ધી કંપનીઓ નારાજ છે અને તે આ મુદ્દાને ટ્રાઇ(TRAI) સામે લઇ જશે. ભારતની દિગ્ગજ ટેલિકોમ કંપની ભારતીય એરટેલે મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ જિયોને નિર્ધારિત કરેલા 90 દિવસ બાદ પણ મફત સેવાઓ ચાલુ રાખવા માટે પડકાર્યા છે. આ મફત સેવાને અમુનતિ આપવાના ટ્રાઇના નિર્ણય વિરુદ્ધ એરટેલે દૂરસંચાર વિવાદ ન્યાયાધિકરણ ટીડીસેટમાં શુક્રવારે પીટિશન દાખલ કરી હતી.

TRAI પર આરોપ

TRAI પર આરોપ

કંપનીએ આરોપ મૂક્યો છે કે નિયામક નિયમના ઉલ્લંઘનના 'મૂક દર્શક' બનીને બેઠા છે. એરટેલે દૂરસંચાર વિવાદ સમાધાન અને એપેલેટ ટ્રિબ્યુનલ(ટીડીસેટ) સમક્ષ 25 પાનાની પીટિશન દાખલ કરી છે, જેમાં એરટેલે ટ્રાઇને અનુરોધ કર્યો છે કે, રિલાયન્સ જિયો 31 ડિસેમ્બર બાદ મફત વોયસ અને ડેટા યોજના ઉપલ્બધ ન કરાવી શકે એવો જિયોને નિર્દેશ આપવામાં આવે અને ટ્રાઇ એ સુનિશ્ચિત કરે કે આ નિયમનું પાલન થાય.

શું છે નિયમ?

શું છે નિયમ?

ટ્રાઇના નિયમ અનુસાર કોઇ પણ કંપની 90 દિવસથી વધુ ટેરિફ કે મફત સેવાની સુવિધા ન આપી શકે. આ નિયમને આધારે જ અન્ય કંપીઓએ ટ્રાઇની વિરુદ્ધ દૂરસંચાર સંબંધી કોર્ટ, દૂરસંચાર વિવાદ સમાધાન ટીડીસેટમાં શુક્રવારે અપીલ કરી છે.

શું કીધું એરટેલે?

શું કીધું એરટેલે?

કંપનીએ આરોપ લગાવ્યો છે કે, માર્ચ 2016થી સતત ટ્રાઇના ટેરિફ ઓર્ડર(આદેશ)નું ઉલ્લંધન થઇ રહ્યું છે. આનાથી નેટવર્ક પર અસર પડે છે અને નુકસાન પણ થઇ રહ્યું છે, જિયોની મફત કોલ સર્વિસને કારણે કોલની સંખ્યા વધી ગઇ છે. આ પીટિશન પર શુક્રવારે જ સુનવણી થઇ હતી.

TRAI એ માંગ્યો સમય

TRAI એ માંગ્યો સમય

ટ્રાઇએ કહ્યું છે કે, તેને નિર્ણય લેવા માટે 10 દિવસનો સમય જોઇએ છે. ટીડી સેટ એ ટ્રાઇને હવે પછીની સુનવણીના રોજ આ અંગે પોતાનો નિર્ણય જણાવવાનું કહ્યું છે. આ કેસની બીજી સુનવણી 6 જાન્યુઆરી, 2017ના રોજ થનાર છે.

જિયો ગ્રાહકોને લાગશે આંચકો

જિયો ગ્રાહકોને લાગશે આંચકો

જો નિર્ણય જિયોની વિરુદ્ધ આવે તો જિયોના ગ્રાહકોને મોટો આંચકો લાગશે. કારણ કે તેમને 31 ડિસેમ્બર બાદ મફત સેવાનો લાભ નહીં મળે.

English summary
Airtel Goes Court Against JIO Free Scheme.
Please Wait while comments are loading...