વલસાડમાં કોસ્ટગાર્ડ અને NDRF ટીમે હેલિકોપ્ટરથી રેસ્ક્યુ ઓપરેશન કરી ચાર લોકોના જીવ બચાવ્યા
ઔરંગા નદીમાં આવેલા ઘોડાપુરથી વલસાડના નીચાણવાળા વિસ્તારો પૂરથી અસરગ્રસ્ત બન્યા હતા. હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહીને પગલે પૂરની આગમચેતી હોવાથી જિલ્લા વહીવટી તંત્રએ પહેલા જ એક્શન મોડમાં આવી સ્થાનિક ફાયરબ્રિગેડ અને
ઔરંગા નદીમાં આવેલા ઘોડાપુરથી વલસાડના નીચાણવાળા વિસ્તારો પૂરથી અસરગ્રસ્ત બન્યા હતા. હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહીને પગલે પૂરની આગમચેતી હોવાથી જિલ્લા વહીવટી તંત્રએ પહેલા જ એક્શન મોડમાં આવી સ્થાનિક ફાયરબ્રિગેડ અને NDRFની ૧ ટીમ બચાવ કામગીરી માટે વિવિધ સ્થળોએ તહેનાત કરી હતી. છતાં પણ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઝડપથી ફરી વળતાં અમુક લોકો ફસાઈ ગયા હતા. જેમને કોસ્ટગાર્ડ અને NDRFની ટીમે હેલિકોપ્ટર અને બોટની મદદથી રેસ્ક્યુ કરી બચાવ્યા હતા.

વલસાડના ભદેલી જગાલાલા વિસ્તારમાં ચાર લોકો નીચાણવાળા ભાગમાં ફસાઈ ગયા હતા. તેમણે નજીકમાં પતરાંના શેડ ઉપર સહારો લીધો હતો પરંતુ અનરાધાર વરસી રહેલા વરસાદને કારણે તેમની ચારે બાજુ પાણી સતત વધતાં રહ્યા હતા જેથી તમામનો જીવ તાળવે ચોટ્યો હતો. જીવ પર આવી ગયેલી ગંભીર સ્થિતિને ધ્યાનમાં લઈ કોસ્ટગાર્ડ અને NDRFની ટીમે હેલિકોપ્ટર દ્વારા એક કલાકથી પણ વધુ સમયનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી તમામ ચાર લોકોના જીવ બચાવ્યા હતા. તમામને રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડ્યા હતા.
વધુ એક રેસ્ક્યૂ ભદેલી દેસાઈ પાર્ટી ખાતે નદીના પટમાં ફસાયેલા બે વ્યક્તિઓને રેસ્ક્યુ કર્યા હતા. આ ફસાઈ ગયેલા બે વ્યક્તિઓએ જેસીબી મશીન પર આશરો લીધો હતો. NDRFની ટીમે બંને વ્યક્તિઓને બોટના સહારે રેસ્ક્યુ કરી બચાવાયા હતા અને સલામત સ્થળે ખસેડ્યા હતા.












Click it and Unblock the Notifications
