પતિએ પત્ની સામે વિચિત્ર ફરિયાદ નોંધાવી

Posted By: Hiren Upadhyay
Subscribe to Oneindia News

અમદાવાદના ચાંદખેડામાં આવેલા સૌદર્યગ્રીન સોસાયટીમાં રહેતા ધનશ્યામભાઇ પટેલ નામના 35 વર્ષીય વ્યકિતએ નારણપુરા પોલીસ મથકે તેની પત્ની તોરલ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે કે એક વર્ષ પહેલા તોરલે સીઝરીયનની રૂદ્ર નામના બાળકને જન્મ આપ્યો હતો. પણ, કમનસીબે રૂદ્ર એક વિચિત્ર ખામી સાથે જનમ્યો હતો.

gujarat news

જેમાં તેના શરીરમાં અન્ન નળી હતી જ નહી જેથી ખોરાક લઇ શકે તેવી સ્થિતિમાં હતો જ નહી. જેથી તબીબોના મતે હવે બાળકની હોજરીમાં કાણુ પાડીને તેને ખોરાક મળી રહે તે માટે એક દિવસ નાના બાળક પર સર્જરી કરવામાં આવી હતી. અને તબીબોએ ખાસ જણાવ્યું હતું આ બાળકને સર્જરી દ્વારા સારવાર આપી શકાય. પણ, તેની માતાનું દુધ અને હુંફ મળે તો ઝડપથી સારી રીકવરી આવી શકે તેમ છે.

જેથી ધનશ્યામભાઇના કહેવાથી તોરલે એક વાર તેનું દુધ રૂદ્રને આપ્યું હતું. પણ, ત્યારબાદ તેણે જણાવ્યું હતું કે સીઝરીયન થવાથી તેને આરામની જરૂર છે. જેથી તે આરામ કરવા માટે તેના પિતાના ઘરે હિંમતનગર જવા ઇચ્છે છે. જો કે ઘનશ્યામભાઇએ કહ્યું હતું કે બાળકને માતાના દુધની જરૂર છે અને જો તે તેના પિતાના ઘરે રહેવા જશે તો બાળકને મુશ્કેલી પડી શકે તેમ છે. તેમ છતાંય, તોરલ રૂદ્વને મુકીને તેના પિતાના ઘરે ચાલી ગઇ હતી.

gujarat news

ત્યારબાદ નાનકડા રૂદ્રને ધનશ્યામભાઇ અને તેના પરિવારજનો ચિંતામાં મુકાઇ ગયા હતા અને મિલ્ક પાવડરથી દુધ તૈયાર કરીને રૂદ્રને ખોરાક આપવાનું શરૂ કર્યુ અને બીજી તરફ તોરલને પરત આવી જવા માટે સતત ફોન પણ કર્યા હતા. જો કે તેણે પરત આવવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. આ દરમિયાન ઘનશ્યામભાઇએ બાળકોના રોગના નિષ્ણાંતોની મદદ લઇને રૂદ્રની સર્જરી કરાવીને અન્નનળી ફીટ કરાવી હતી. પણ, એક પછી એક ત્રણ મોટી સર્જરી થતા તેને બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો અને તેની સ્થિતિ વધુ બગડી ગઇ હતી કારણ કે તે કઇ ઓળખી શકતો નહોતો , તે પોતાના શરીરને હલાવી શકતો નહોતો. આ બાબતે તબીબોને બતાવતા તેમણે રિપોર્ટ આપ્યો હતો કે હવે બાળક પોતાની જાતે હલી નહી શકે. આ બાબતને લઇને પરિવારમાં ચિંતા વધી ગઇ હતી.

gujarat news

ઘનશ્યામભાઇનું કહેવુ છે કે તેની પત્ની તોરલ માતાની ફરજ ચુકી ગઇ છે અને તબીબોએ સલાહ આપી હતી કે જો તેને માતાની હુફ અને દુધની જરૂર હતી. પણ તોરલ રૂદ્રને તરછોડીને ચાલી ગઇ હતી. આ અંગે નારણપુરા પોલીસે ધ જુવેનાઇલ જસ્ટીશ જસ્ટીશ કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચીલ્ડ્ન એક્ટની કલમ 75 હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

English summary
Gujarat News: Husband files a strange case against wife

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.