યુવા કોંગ્રેસ દ્વારા પરીવર્તન જ સંકલ્પ અભિયાનનું લોંચિંગ કરાયું
ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ ડુબતા જહાજના જેવી છે. યુથ કોંગ્રેસના કાર્યકર્તાથી માંડી પ્રદેશના હોદ્દેદારો સુધી રાજીનામાંનો દોર યથાવત છે. તાજેતરમાં જ પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ વિશ્વનાથ વાઘેલાએ રાજીનામું આપી ભાજપમાં જોડાઇ ગય
ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ ડુબતા જહાજના જેવી છે. યુથ કોંગ્રેસના કાર્યકર્તાથી માંડી પ્રદેશના હોદ્દેદારો સુધી રાજીનામાંનો દોર યથાવત છે. તાજેતરમાં જ પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ વિશ્વનાથ વાઘેલાએ રાજીનામું આપી ભાજપમાં જોડાઇ ગયા છે. ત્યારે, કોંગ્રેસમાં જાણે કંઇ ફર્ક ન પડ્યો હોય તેમ કોંગ્રેસ દ્વારા પરિવર્તન જ સંકલ્પ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

ગુજરાત યુથ કોંગ્રેસ દ્વારા ચલાવવા માં આવી રહેલા પ્રોગ્રામો જેવા કે યુથ જોડો બુથ જોડો, બેરોજગારી મોંઘવારી અને ગુજરાત માં વધતા જતા નશા ના કારોબાર ના વિરોધ માં યુથ કોંગ્રેસ દ્વારા ચલાવવા માં આવી રહેલા અભિયાનની તથા સંગઠન ને વધુ મજબૂત કરવા અંગેની સમિક્ષા કરવામાં આવી. યુથ કોંગ્રેસ સમગ્ર ગુજરાત માં યુથ જોડો બુથ જોડો કાર્યક્રમ અંતર્ગત ૧ બુથ પર ૫ યુવાનો અને ૧ સોશિયલ મિડીયા વોલીન્ટીયર ને જોડી વધુ મા વધુ બુથો પર યુવાનો ની જોડી બુથ લેવલ ના સંગઠન ને મજબૂત કરશે. ગુજરાત યુથ કોંગ્રેસ દ્વારા પરીવર્તન જ સંકલ્પ અભિયાન લોંચ કરવામાં આવ્યું હતું. પરીવર્તન જ સંકલ્પ અભિયાન અંતર્ગત યુથ કોંગ્રેસ દ્વારા ગામે ગામ અને શહેરો માં પરીવર્તન રેલી, પરીવર્તન પદયાત્રા અને પરીવર્તન સંવાદ ના કાર્યક્રમ કરવામાં આવશે. પરીવર્તન જ સંકલ્પ અભિયાન માં વધુ માં વધુ યુવાનો ને જોડવા હેલ્પલાઇન પણ જાહેર કરવામાં આવી છે.
કોંગ્રેસ રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ શ્રીનિવાસ બીવી જી દ્વારા સંબોધન કરવામાં આવ્યું અને ગુજરાત યુથ કોંગ્રેસ ના પદાધીકારીઓ ને બેરોજગારી , મોંઘવારી અને ડ્રગ્સ જેવા મુદ્દાઓ પર વધુ આક્રમક્તા થી ગુજરાત યુથ કોંગ્રેસ ને લડત ચલાવવા ના નિર્દેશ આપ્યા હતા. પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર દ્વારા ગુજરાત યુથ કોંગ્રેસ દ્વારા ચલાવવા માં આવી રહેલા કાર્યક્રમો ની પ્રશંસા કરવામાં આવી હતી અને વધુ મજબૂતી થી સમગ્ર ગુજરાત ને એક થઈને સરકાર ની નિષ્ફળતાઓ ને ઉજાગર કરવા તથા વધુ માં વધુ યુવાનો ને જાગૃત કરવા જણાવ્યું હતું.












Click it and Unblock the Notifications
