For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં G3Qના છઠ્ઠા સપ્તાહમાં 1.14 લાખ લોકો જોડાયા!

દેશની સૌથી મોટી ક્વિઝ ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ (G3Q) ને ગુજરાતના વિદ્યાર્થીઓ અને પ્રજાજનો દ્વારા ખુબ જ બહોળા પ્રમાણમાં પ્રતિસાદ મળ્યો છે.

By Desk
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર : દેશની સૌથી મોટી ક્વિઝ ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ (G3Q) ને ગુજરાતના વિદ્યાર્થીઓ અને પ્રજાજનો દ્વારા ખુબ જ બહોળા પ્રમાણમાં પ્રતિસાદ મળ્યો છે. g3q.co.in (જી થ્રી ક્યુ.કો.ઇન.) વેબસાઈટ પર છેલ્લા ૬ અઠવાડિયામાં કુલ ૨૩.૭૧ લાખ જેટલા રજીસ્ટ્રેશન નોંધાયા અને ૧૫ લાખ લોકોએ ક્વિઝમાં ભાગ લીધો છે. 25 કરોડના ઇનામ જીતવાની તક આપતી આ ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના છઠ્ઠા સપ્તાહમાં કુલ 1.14 લાખ પ્રજાજનોએ ક્વિઝમાં ભાગ લીધો હતો. દર અઠવાડિયે વધુને વધુ પ્રજાજનો ક્વિઝમાં ભાગ લઇ રહ્યા છે.

jitu vaghani

અત્યાર સુધીના કુલ છ રાઉન્ડમાં શાળા કક્ષાએ ૨૨,૮૨૨ અને કોલેજ કક્ષાએ ૧૯,૧૦૪ વિદ્યાર્થીઓ અને અન્ય કેટેગરી કક્ષાના ૩૧,૬૯૯ એમ કુલ ૭૩,૬૨૫ ક્વિઝ વિજેતાઓ જાહેર કરાયા છે. ક્વિઝ વિજેતાઓને ઇનામની રકમ સીધા તબક્કાવારા તેમના ખાતામાં સીધા ટ્રાન્સફર કરી દેવામાં આવે છે.

રાજયના શિક્ષણમંત્રી જીતુ વાધાણીએ જણાવ્યું કે, રાજયમાં ૭ જુલાઈએ જેનો શરૂ થયેલી દેશની સૌથી મોટી ક્વિઝ ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ (G3Q)ને ગુજરાતના વિદ્યાર્થીઓ અને પ્રજાજનો દ્વારા ખુબ જ બહોળા પ્રમાણમાં પ્રતિસાદ મળ્યો છે. માત્ર ૬ અઠવાડિયામાં જ ૨૩.૭૧ લાખ જેટલા રજીસ્ટ્રેશન નોંધાયા અને ૧૫ લાખ લોકોએ ક્વિઝમાં ભાલ લીધો હતો. સતત ૯ અઠવાડિયા સુધી તાલુકા અને વોર્ડ કક્ષાએ ચાલનાર આ ક્વિઝ અભિયાનમાં પ્રથમ અઠવાડિયામાં ૪ લાખથી વધુ, બીજા અઠવાડિયામાં ૩.૬૩ લાખથી વધુ, ત્રીજા અઠવાડિયામાં ૨.૬૫ લાખથી વધુ, ચોથા અઠવાડિયામાં ૦૨ લાખ થી વધુ અને પાંચમાં અઠવાડિયામાં ૧.૫૦ લાખ થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. છઠ્ઠા અઠવાડિયામાં ૧.૧૪ લાખ થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ છે. જે એક રેકોર્ડ છે. જેમાં શાળા કક્ષાના ૬૩,૦૦૬ કોલેજ કક્ષાના ૩૩,૫૧૬ વિદ્યાર્થીઓએ અને અન્ય ૧૭,૭૧૦ પ્રજાજનોએ ક્વિઝમાં ભાગ લીધો હતો.

આ ક્વિઝ દર અઠવાડિયે રવિવાર થી શુક્રવાર દરમિયાન રમાશે અને દર શનિવારે વિજેતા જાહેર થાય છે. તે અંગે રા શિક્ષણપ્રધાન જીતુ વાધાણીએ જણાવ્યું હતું કે, હાલના છઠ્ઠા સપ્તાહમાં જે ક્વિઝ રમાઈ તેમાં શાળા કક્ષાએ ૩,૫૬૨ અને કોલેજ કક્ષાએ ૩,૩૨૨ વિદ્યાર્થીઓ અને અન્ય કેટેગરી કક્ષાના ૪,૭૧૩ એમ કુલ ૧૧,૫૯૭ વિજેતાઓ આજે જાહેર થયા છે. જે g3q.co.in (જી થ્રી ક્યુ.કો.ઇન.) વેબસાઈટ પર જોઇ શકાશે. આમ, ૦૧ થી ૦૬ રાઉન્ડનાં અત્યાર સુધીમાં શાળા કક્ષાએ ૨૨,૮૨૨ અને કોલેજ કક્ષાએ ૧૯,૧૦૪ વિદ્યાર્થીઓ અને અન્ય કેટેગરી કક્ષાના ૩૧,૬૯૯ એમ કુલ ૭૩,૬૨૫ વિજેતાઓ આજે જાહેર થયા છે.

English summary
1.14 Lakh people join Gujarat Gyan Guru Quiz in sixth week of G3Q!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X