For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જૂનાગઢ સિવિલ હોસ્પિટલના 10 કર્મચારીને કોરોના પોઝિટિવ

જૂનાગઢ સિવિલ હોસ્પિટલના 10 કર્મચારીને કોરોના પોઝિટિવ

|
Google Oneindia Gujarati News

જૂનાગઢઃ દેશભરમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. આજે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં 10 તબીબોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં જૂનાગઢના નાગરિકો પણ ચિંતિત બન્યા છે. મળતી માહિતી મુજબ 3 જુનિયર ડોક્ટર અને 5 નર્સિંગ સ્ટાફ સંક્રમિત થયા છે. આ ઉપરાંત2 લેબ ટેક્નિશિયનનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.

junagadh

ગુજરાતમાં કોરોના ચિંતાજનક ગતિએ આગળ વધી રહ્યો છે. સંક્રમણના કેસમાં દરરોજ સતત વધારો થઇ રહ્યો છે. ચિંતાની બીજી વાત એ છે કે દેશના અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં મૃત્યુદર સૌથી ઉંચો છે.

જૂનાગઢમાં કોરોના વાયરસની સ્થિતિ શું છે?

ઉલ્લેખનીય છે કે જૂનાગઢમાં કુલ 158 લોકો કોરોના પોઝિટિવ છે. અત્યાર સુધીમાં કુલ 18778 લોકોના કોવિડ ટેસ્ટ થયા, છેલ્લા 24 કલાકમાં જૂનાગઢમાં 277 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા. સારી બાબત એ છે કે અત્યાર સુધીમાં જૂનાગઢના 389 નાગરિકો રિકવર થઇને ઘરે પહોંચી ગયા છે. હાલ કુલ 10,657 લોકો ક્વોરેન્ટાઇનમાં છે. જણાવી દઇએ કે જૂનાગઢમાં કોરોના સંક્રમણે 6 લોકોના ભોગ લીધા છે.

ગુજરાતની સ્થિતિ ચિંતાજનક

ગુજરાત સ્વાસ્થ્ય વિભાગના આંકડાઓ મુજબ ગુજરાતમાં હાલ 11312 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં 5,36,122 ટેસ્ટ કરવામાં આવ્યા. સારી બાબત એ છે કે ગુજરાતમાંથી કુલ 34901 લોકો રિકવર થઇ ઘરે પાછા આવી ગયા છે. 2142 લોકોનો આ વાયરસે ભોગ લીધો. કુલ 3,96,393 લોકો ક્વોરેન્ટાઇનમાં છે.ગુજરાતમાં અમદાવાદ અને સુરતની હાલત સૌથી ખરાબ છે જ્યાં ક્રમશઃ 3700 અને 2914 સક્રિય કેસ છે.

ગુજરાતમાં કોરોના વાયરસથી મૃત્યુ દર સૌથી ઉંચો, બંગાળમાં સતત વધી રહ્યા છે કેસગુજરાતમાં કોરોના વાયરસથી મૃત્યુ દર સૌથી ઉંચો, બંગાળમાં સતત વધી રહ્યા છે કેસ

English summary
10 doctors of junagadh civil hospital tested covid-19 positive
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X