સુરતના વેપારીએ 111 પુત્રીઓનું કર્યું કન્યાદાન, બે વર્લ્ડ રેકોર્ડ નોંધાયા
સુરત, 1 ડિસેમ્બર: ગુજરાતના સુરતમાં પીપી સવાણી સમૂહના મહેશ સવાણીએ રવિવારે 111 પુત્રીઓનું કન્યાદાન કર્યું. આ છોકરીઓ અનાથ હતી. હવે મહેશ સવાણી તેમના ધર્મપિતા છે. આ સમૂહ લગ્ન સમારોહમાં ત્રણ મુસ્લિમ છોકરીઓના નિકાહ પઢવામાં આવ્યા તો એક લગ્ન જૈન પદ્ધતિથી પણ થયા. 107 છોકરીઓના લગ્ન હિંદુ રીતરિવાજ પ્રમાણે થયા. મહેશ સાવણીએ સાડા ચાર લાખ રૂપિયાના દાગીના અને ફર્નિચર આપ્યું.
આ અવસર પર ધર્મ પિતાની ભૂમિકા ભજવી રહેલા મહેશ સવાણીએ છોકરીઓને કુમળા છોડની સંજ્ઞા આપતાં જમાઇઓને આહવાન કર્યું કે અત્યાર સુધી પિતાના પડછાયાથી વંચિત છોકરીઓને પોતાનાપણાની જરૂરિયાત છે. તેમને સ્નેહનું ખાતર પાણી આપતાં રહીએ તો તેમના પાસેથી ભવિષ્યમાં મીઠા ફળ પણ મળશે. આ લગ્ન સમારોહે બે ગિનીસ બુક રેકોર્ડ બનાવી દિધા.

એક રેકોર્ડ મહેંદીનો બન્યો. લગ્ન માટે શુક્રવારે એકસાથે 521 યુવતિઓ મહેંદી લગાવી. આ દરમિયાન ગિનીસ બુકની પ્રતિનિધિ એના એફર્ડ પણ હાજર રહી. તો બીજી તરફ લગ્ન સમારોહ દરમિયાન સફાઇ વ્યવસ્થા જાળવી રાખી મહેશ સવાણીની ટીમે બીજો વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો. આ રેકોર્ડ ચીનના નામે હતો.
મહેશ સવાણી એસ્ટેટ અને ડાયમંડના ધંધા રૂચિ ધરાવે છે. લગ્નના એક દિવસ પહેલાં શનિવારે તે કોઇ સામાન્ય પિતાની માફક મંડપ અને નાની વસ્તુઓની તૈયારી કરી રહ્યાં હતા. આ લગ્નના આયોજનમાં દરેક ધર્મ અને જાતિની છોકરીઓ સામેલ હતી.

તેમણે આ છોકરીઓને સાડા ચાર લાખની લગ્નની ભેટો જેમ કે સોના-ચાંદીના દાગીના, વાસણ, ફર્નિચર અને ઘરમાં કામ આવનાર જરૂરી વસ્તુઓની પણ વ્યવસ્થા કરી હતી. મહેશ સવાણીનું માનવું છે કે છોકરીઓ પોતાના પતિ સાથે એક નવી જીંદગીની શરૂઆત કરશે એટલા માટે તેમને આ વસ્તુઓની જરૂરિયાત પડશે.
મહેશ સવાણીના દાદાજી ફક્ત 70 રૂપિયા લઇને સુરત આવ્યા હતા અને આજે તે આ સ્થાન પર પહોંચી ગયા છે. મહેશ સવાણીએ કહ્યું કે આ સમાજ માટે કંઇક કરવાની મારી રીત છે. આ લગ્ન માટે મેં કોઇ ડોનેશન કે દાન લીધું નથી. મારું માનવું છે કે પુત્રીઓના લગ્ન કરાવવાથી વધુ પવિત્ર કામ કોઇ નથી.
આ સમૂહ લગ્ન એક સ્કુલના કંપાઉંડમાં આયોજિત કરવામાં આવ્યા હતા. મિતા નરોલાના પિતાનું મૃત્યું 2009માં થયું હતું, આ સમારોહમાં તેમના લગ્ન રોહિત ઢોલકિયા સાથે થયા હતા. મિતાલીએ કહ્યું કે મહેશ સવાણીજી મારા અને મારા ભાઇ-બહેનો માટે પિતા જેવા છે. હું ભગવાનનો આભાર માનું છું કે આવા વ્યક્તિ સાથે મારી મુલાકાત કરાવી. નહેદા બાનુ જ્યારે નાની હતી ત્યારે તેના પિતા મૃત્યું પામ્યા હતા. રવિવારે નહેદાના નિકાહ આરિફ સાથે થયા હતા. તેમણે કહ્યું કે જ્યારે હું મહેશ સવાણીજીને મળુ છું તો મને મારા પોતાના પિતા જેવો અહેસાસ થાય છે. અલ્લાહ તેમને લાંબું આયુષ્ય આપે અને તેમના પર રહમ કરે.












Click it and Unblock the Notifications
