કોંગ્રેસની ગુજરાત ન્યાય યાત્રાનો 11મો દિવસ, પદયાત્રી બહેનોએ બાંધી રાખડી
Gujarat Nyaya Yatra: આજે કોંગ્રેસની ગુજરાત ન્યાય યાત્રાનો 11મો દિવસ હતો. આજ રોજ રક્ષાબંધનનો તહેવાર નિમિત્તે પણ ન્યાય યાત્રા ચાલુ રહી હતી.
પદયાત્રી તરીકે ચાલતા બહેનોએ ભાઈઓને રાખડી બાંધી હતી. પદયાત્રામાં પદયાત્રીઓ દ્વારા બપોરના વિરામ સમયે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી.
ગુજરાત ન્યાય યાત્રામાં ભાગ લઈ રહેલા કોંગ્રેસ નેતા પાલભાઈ આંબલિયાએ જણાવ્યું હતું કે, એ 250 પરિવારો જે દુર્ઘટનાના ભોગ બન્યા હતા, તેઓના ઘરમાં આજે રક્ષાબંધન નહીં માતમ છે. ગુજરાતમાં ફરી કોઈ પરિવારમાં રક્ષાબંધનના દિવસે માતમ ન છવાય માટે આ ન્યાય યાત્રા છે.

પાલભાઈ આંબલિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની ભ્રષ્ટ સિસ્ટમનો ભોગ ફરી કોઈ પરિવાર ન બને તે માટે આ ન્યાય યાત્રા છે. પીડિત પરિવારોને ન્યાય મળે તે માટે આ ન્યાય યાત્રા છે.
આજે રક્ષાબંધનના દિવસે પણ ન્યાય યાત્રા ચાલુ રહી, પદયાત્રીઓએ રક્ષાબંધનની કરી ઉજવણી @INCGujarat @jigneshmevani80 @AmitChavdaINC #GujaratNyayYatra #Gujarat #GujaratNews #GujaratiNews #GujaratCongress #OneindiaGujarati pic.twitter.com/da4wRBOKIv
— oneindiagujarat (@oneindiagujarat) August 19, 2024
ઉલ્લેખનીય છે કે, ગુજરાત ન્યાય યાત્રાનું આજે સવારે લખતરના ગાંગડ ગામેથી પ્રસ્થાન કર્યું હતું. મોરબી થી ચાલુ થયેલી ન્યાય યાત્રા 200 થી વધારે કિલોમીટરનું અંતર કાપી ચુકી છે.
નોંધનીય બાબત છે કે, આ ગુજરાત ન્યાય યાત્રા 22-23 ઓગેસ્ટના રોજ અમદાવાદ શહેરમાં ફરશે.












Click it and Unblock the Notifications
