For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Morbi Bridge Accident : મોરબી બ્રિજ દુર્ઘટના મામલે 1200 પાનાની ચાર્જશીટ દાખલ, ઓરેવા ગ્રુપના માલિકનું નામ સામેલ

Morbi Bridge Accident : 30 ઓકટોબર, 2022ના રોજ થયેલી મોરબી ઝૂલતો દુર્ઘટનામાં 135 લોકોના મોત થયા હતા. જે બાદ આ અંગે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. જેમાં આરોપી તરીકે ઓરેવા ગૃપના માલિક જયસુખ પટેલનું નામ પણ સામેલ કરાયું છે.

|
Google Oneindia Gujarati News

Morbi Bridge Accident : ગુજરાતમાં મોરબી બ્રિજ દુર્ઘટના અંગે પોલીસે ચાર્જશીટ દાખલ કરી છે. આ ચાર્જશીટ ગત વર્ષે મોરબીમાં ઝુલતો પુલ ધરાશાયી થવાના કારણે 134 લોકોના મોતના સંદર્ભમાં દાખલ કરવામાં આવી છે.

Morbi Bridge Accident

આ 1,262 પાનાની ચાર્જશીટમાં જણાવવામાં આવ્યું છે કે, મોરબી પુલ દુર્ઘટનામાં 134 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ચાર્જશીટમાં ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલનું નામ પણ ચાર્જશીટમાં આરોપી તરીકે શામેલ કરવામાં આવ્યું છે.

ઓરેવા ગ્રુપના માલિકે વળતર માટે કરી હતી હાઈકોર્ટમાં દોડધામ

ઓરેવા ગ્રુપના માલિકે વળતર માટે કરી હતી હાઈકોર્ટમાં દોડધામ

તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટમાં ઓરેવા ગ્રુપના માલિક જયસુખે માર્યા ગયેલા લોકોના પરિવારજનોને વળતર આપવાની ઈચ્છા વ્યક્ત કરીહતી.

જયસુખે હાઈકોર્ટથી બચવા માટે નવો દાવ ચલાવતા જણાવ્યું હતું કે, તે અકસ્માતથી દુઃખી છે અને પોતે ઘાયલોને વળતર આપવામાંગે છે. આ મામલે કોર્ટે જણાવ્યું હતું કે, તે પોતાના પર લાગેલા આરોપોથી બચી શકે નહીં.

ગયા વર્ષે થયો હતો અકસ્માત

ગયા વર્ષે થયો હતો અકસ્માત

ગયા વર્ષે 30 ઓકટોબર, 2022ના રોજ ગુજરાતના મોરબીમાં મચ્છુ નદી પરનો ઝૂલતો પુલ તૂટી પડતાં 300 થી વધુ લોકો ડૂબી ગયા હતાઅને 134 લોકોના મોત થયા હતા.

આ દુર્ઘટનામાં અનેક પરિવારોએ લોકોએ પોતાના પ્રિયજનોને હતા. આ દુર્ઘટના બાદ લગભગ 5 દિવસસુધી સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

હાઇકોર્ટે એક સુઓમોટો દાખલ કરી

હાઇકોર્ટે એક સુઓમોટો દાખલ કરી

ઉલ્લેખનીય છે કે, ગુજરાતના મોરબી શહેરમાં મચ્છુ નદી પર આવેલા ઝૂલતો પુલ 30 ઓકટોબરના રોજ તૂટી પડ્યો હતો. આ કેબલ બ્રિઝતૂટવાના કારણે કુલ 135 લોકોના મોત થયા હતા. આ સમગ્ર ઘટનાની ગંભીરતાને સમજીને હાઇકોર્ટે એક સુઓમોટો દાખલ કરી હતી.

English summary
1200-page charge sheet filed in Morbi Bridge accident, name of owner of Oreva Group also included
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X