રાજ્યના વિવિધ જિલ્લાની ૧૫૫૭ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી

Subscribe to Oneindia News

રાજ્યમાં થોડાક મહિના અગાઉ રાજ્યની મોટા ભાગની ગ્રામ પંચાયતોનીચૂંટણી યોજાઈ ગયા બાદ તે પછી બાકી રહેતી પંચાયતો પૈકીની ૧૮૨૮ ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાવાની જાહેરાત રાજ્ય ચૂંટણી પંચે કરી હતી. તેમાં ૩૪૯ ગ્રામ પંચાયતો સમરસ જાહેર થતા હવે ૧૫૫૭ ગ્રામ પંચાયતો ચૂંટણી આજે યોજાઈ રહી છે.

election

રાજ્યના ૧૮૨૮ જેટલા ગામડાઓમાં ફરી એકવાર આજે ચૂંટણી યોજાઈ રહી છે. સવારથી મોટી સંખ્યામાં લોકો મત આપવા નીકળ્યા છે. આજે સાંજે ગ્રામ પંચાયતના ઉમેદવારનો ભાવી સીલ થઇ જશે ૧૪૮૪ સરપંચો સામે આ પદ માટે ૪૨૭૯ સરપંચ પદના ઉમેદવાર અને વોર્ડ માટે કુલ હરીફાઈમાં રહેલ ઉમેદવારોની સંખ્યા ૧૭૬૮૨ છે ૩૦,૬૧,૦૩૬ મતદારો મતદાન કરશે. અને ૬૪૫ ચૂંટણી અધિકારી તથા ૮૪૫ મદદનીશ ચુંટણી અધિકારી હેઠળ મતદાન થઇ રહ્યું છે. અને ૧૧ મીએ પરિણામ જાહેર થશે. રાજ્ય સરકાર તરફથી ગ્રામ પંચાયતો સમરસ બને તે માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા. અંતે ૩૪૯ ગ્રામપંચાયતો સમરસ કરી શકાઈ હતી.

election

મહેસાણા

મહેસાણા જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી, મહેસાણા જિલ્લામાં 30૩ ગ્રામ પંચાયતો માટે આજે મતદાન, ૩૦૧ ગામમાં સામાન્ય ચૂંટણી અને બે ગામોમાં પેટા ચૂંટણી માં ૬.૧૯ લાખ મતદારો કરશે મતદાન, સરપંચ અને વોર્ડ બેઠકના કુલ ૩૨૩૫ ઉમેદવારોનું ભાવે તેમાં નક્કી થશે. મહેસાણા જિલ્લામાં ૩૦૩ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ રહી છે. આજે વહેલી સવારથી મતદાન શરુ થઇ ગયું છે મતદારોની મત આપવા પહોંચી ગયા છે મહેસાણા જિલ્લાના દસ તાલુકાના ૩૦૧ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી અને બે ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી મળી કુલ ૩૦૩ ગ્રામ પંચાયતો માટે મતદાન થઇ રહ્યું છે. જેમાં જિલ્લામાં કુલ ૬.૧૯ લાખ મતદારો મતદાન કરશે. જીલ્લામાં ૩૦૩ ગ્રામપંચાયતોની ચૂંટણી માટે ૯૯૬ બુથ, ૩૨૭૦ ઈવીએમ, ૯૯૬ પ્રિસાઈડીંગ અને ૫૯૨૪ પોલીંગ વ્યવસ્થા ઉભી કરાઈ છે.

election

પંચમહાલ

પંચમહાલ જિલ્લા ની કુલ 54 પંચાયત ની ચૂંટણી ની જાહેરાત બાદ 3 પંચાયત સમરસ થઇ હતીબાકી રહેલ 51 ગ્રામ પંચાયતો માટે નું મતદાન આજરોજ સવાર થી ચાલી રહ્યું છે જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જિલ્લા ભર ના તમામ મતદાન મથકો પર શાંતિ પૂર્ણ રીતે મતદાન ચાલી રહ્યું છે વહેલી સવાર થી જ મતદાન કેન્દ્રો પર મતદાતા ઓ ની લાંબી લાઈનો લાગી ગઈ હતી. પંચમહાલ જીલ્લામાં ૫૧ ગ્રામપંચાયતોના સરપંચ અને ૨૦૫ વોર્ડ સભ્યોની ચુંટણી માટે જીલ્લામાં ૧૪૪ મતદાન મથકો અને ૫૧૬ ઈ વી એમ મશીન દ્વારા હાલ મતદાન પ્રકિયા શાંતિપૂર્ણ માહોલ માં ચાલી રહી છે . તંત્ર દ્વારા ચુંટણી પ્રક્રિયામાં ૧૪ ચુંટણી અધિકારીઓ ,૧૪ મદદનીશ ચુંટણી અધિકારીઓ , ૭૮૫ પોલીંગ સ્ટાફ અને ૪૪૮ પોલીસ જવાનોને જોડવામાં આવ્યા છે .

election
English summary
1557 Gram Panchayats Election at various districts of Gujarat today. Read more on it.
Please Wait while comments are loading...