અમદાવાદઃ બૉયફ્રેન્ડે પ્રાઈવેટ વીડિયો લીક કરવાથી દુઃખી 16 વર્ષની કિશોરીએ કરી આત્મહત્યા

ગુજરાતમાં અમદાવાદની રહેવાસી 16 વર્ષની કિશોરીએ ગળે ફાંસો ખાઈને પોતાનો જીવ દઈ દીધો.

ગુજરાતમાં અમદાવાદની રહેવાસી 16 વર્ષની કિશોરીએ ગળે ફાંસો ખાઈને પોતાનો જીવ દઈ દીધો. તપાસમાં માલુમ પડ્યુ છે કે કિશોરીને અંતરંગ વીડિયો તેના બૉયફ્રેન્ડે લીક કરી દીધો હતો. આ કારણથી દુઃખી થઈને તેણે આવુ ખોફનાક પગલુ લીધુ. પોલિસનુ કહેવુ છે કે આ કેસમાં ચાર આરોપીઓમાંથી ત્રણની ધરપકડ કરી લેવામાં આવી છે.

શું છે સમગ્ર ઘટના

શું છે સમગ્ર ઘટના

ઘટના છારાનગર વિસ્તારની છે. પોલિસ અધિકારીના જણાવ્યા મુજબ ડિપ્રેશનના કારણે કિશોરીએ સોમવારે પંખેથી લટકીને પોતાનો જીવ આપી દીધો. પોલિસના જણાવ્યા મુજબ કિશોરીના બૉયફ્રેન્ડે તેનો અંતરંગ વીડિયો પોતાના ત્રણ દોસ્તો સાથે શેર કર્યો હતો જેને તેણે સોશિયલ મીડિયા પર શેર કરી દીધો. કેસની માહિતી મળતા ગઈ 23 ફેબ્રુઆરીએ કિશોરીને પરિવારજનોએ પોલિસ સ્ટેશનમાં બૉયફ્રેન્ડ વિરુદ્ધ રેપની ફરિયાદ નોંધાવી હતી.

શું કહે છે પોલિસ

શું કહે છે પોલિસ

સરદાર નગર પોલિસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર હેમંત પટેલના જણાવ્યા મુજબ, ‘વીડિયો લીક થવાના કારણે કિશોરી ડિપ્રેશનમાં હતી. સોમવારની સાંજે તેણે આત્મહત્યા કરી લીધી. કિશોરી અને તેના બૉયફ્રેન્ડે એકબીજાની સંમતિથી આ વીડિયો બનાવ્યો હતો પરંતુ તેના બૉયફ્રેન્ડે આ વીડિયો પોતાના દોસ્તો સાથે તેને શેર કરી દીધો.'

ત્રણ આરોપી પકડાયા

ત્રણ આરોપી પકડાયા

હેમંત પટેલે જણાવ્યુ કે આરોપી બૉયફ્રેન્ડ સામે આઈપીસી અને પૉસ્કો એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. વળી, તેના ત્રણ દોસ્તો પર વીડિયોને આગળ સર્ક્યુલેટ કરવાના કારણે આઈટી એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ચારમાંથી ત્રણ આરોપીની ધરપકડ થઈ ચૂકી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X