For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અકસ્માતમાં એક જ પરિવારના 23ના મોત, રાજ્યસરકારે જાહેર કરી મદદ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

aciident
પાટણ, 31 જાન્યુઆરી: હારીજ-રાધનપુર રોડ પર સમી નજીક ઝીલવણા ગામ પાસે બુધવારે રાત્રે એક એસટી બસ અને છોટા હાથી વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ૧૮ વ્યક્તિઓનાં ઘટના સ્થળે મોત નિપજ્યાં હતા. જ્યારે ૨૦ જેટલા વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જોકે બાદમાં મૃતકાંક 23 સુધી પહોંચ્યો છે. તેમજ ગુજરાત સરકારે પરિવારના સભ્યોને એક-એક લાખ રૂપિયાની મદદની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ મૃતકોના પરિવાર પ્રત્યે દુ:ખની લાગણી વ્યક્ત કરી છે.

મળતી માહિતી મુજબ મહેસાણા જિલ્લાનાના ઝીલોસણ ગામનો મુસ્લિમ પરિવાર રાધનપુર તાલુકાના ગોતરકા ગામે ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લઈ પરત ફરી રહ્યો હતો ત્યારે ઝીલવણા ગામ પાસે હિંમતનગર-રાધનપુર એસટી બસ અને છોટા હાથી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ગમખ્વાર અકસ્માતના પગલે ભારે રોકકળ અને કરૂણ ચિચિયારીઓથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. સમી-હારિજ-ઝીલવાણા તેમજ આસપાસના ગામોમાંથી લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને વાહનોમાંથી બહાર કાઢીને સારવાર અર્થે હારિજ રેફરલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમને પ્રાથમિક સારવાર પુરી પાડીને ધારપુર મેડિકલ કોલેજ તેમજ અન્ય હોસ્પિટલોમાં ખસેડવાની પ્રક્રિયા હાથ ધરાઇ હતી.

આ અકસ્માતમાં પ્રાથમિક અંદાજ મુજબ ૧૮ વ્યક્તિઓના મોત નિપજ્યાં છે જેમાં આઠ મહિલા, પાંચ બાળકો અને પાંચ પુરૂષોનો સમાવેશ થાય છે જ્યારે ઈજાગ્રસ્તોમાં ૨૦ જેટલા ઈજાગ્રસ્તોને પાટણ- ધારપુર ખસેડાયા છે. અન્ય ઈજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલાયા છે. આ ઘટનાની જાણ થતાં હારીજ- સમી પોલીસ તંત્ર, ૧૦૮ તેમજ આજુબાજુના ગામડામાંથી લોકો મદદે દોડી આવ્યા હતા.

English summary
Eighteen pilgrims,were killed when an open loading van in which they were travelling collided with a state transport bus near Jhilwada village of Patan district.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X