મહિલા મેડિકલ સ્ટોર સંચાલિકાની છેડતી કરનારા પાસે 181 અભયમ ટીમે લેખિત માફી મંગાવી

અમદાવાદમાં એક મહિલા મેડિકલ સ્ટોર ચલાવીને પોતાનું ગુજરાન ચલાવે છે. પતિ નોકરી કરતા હોવાથી સવારે 9 થી રાતના 9 સુધી તેઓ સ્ટોર પર હાજર રહે છે.

તેમના સ્ટોરની આસપાસ ઓછી અવરજવરનો લાભ ઉઠાવી નજીકમાં રહેતો એક અજાણ્યો વ્યક્તિ તેમને લાંબા સમયથી હેરાન કરતો હતો. આ હેરાનગતિથી કંટાળીને આખરે તેમણે 181 અભયમ હેલ્પલાઇનનો સંપર્ક કર્યો હતો.

Abhyam

181 અભયમ હેલ્પલાઇન પર ફોન આવતા જ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. આ દરમિયાન મેડિકલ સ્ટોરમાં લગાવેલા સીસીટીવી કેમેરા તપાસવામાં આવ્યા. ફૂટેજ જોતા સ્પષ્ટ થયું કે છેલ્લા ઘણા સમયથી મહિલા આ હેરાનગતિનો ભોગ બની રહ્યા હતા.

સીસીટીવી ફૂટેજમાં દેખાયું કે, હેરાન કરનાર વ્યક્તિ દરરોજ દિવસમાં દસથી પંદર વખત મેડિકલ સ્ટોર સામેથી પસાર થતો હતો અને મહિલા સ્ટોરમાં કામ કરતી હોય ત્યારે પણ તેને ગંદા ઈશારા કરતો હતો. મહિલાએ તે વ્યક્તિને રોકીને આવું ન કરવા જણાવ્યું હતું પરંતુ તે વ્યક્તિએ તેમની વાતની અવગણના કરીને પોતાની અભદ્ર હરકતો ચાલુ રાખી હતી.

આ હેરાનગતિથી મહિલા એટલા કંટાળી ગયા હતા કે તેમને વારંવાર પોતાનો મેડિકલ સ્ટોર બંધ રાખવો પડતો હતો. પરંતુ ઘર ચલાવવા માટે સ્ટોર ચાલુ રાખવો અનિવાર્ય હતો, આ જ તેમનું ગુજરાન ચલાવવાનું મુખ્ય સાધન હતું. આખરે સહનશીલતાની હદ વટાવી દેવાતા તેમણે 181 અભયમ હેલ્પલાઇનની મદદ લેવાનો નિર્ણય કર્યો.

અભયમ ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી. મેડિકલ સ્ટોરની આસપાસના રહેણાંક વિસ્તારમાં આરોપીના ફોટો દ્વારા પૂછપરછ કરવામાં આવી. નજીકની સોસાયટીના વોચમેને આરોપીની ઓળખ કરી અને જણાવ્યું કે તે ત્યાં જ રહે છે.
ત્યારબાદ અભયમ ટીમ આરોપીના ઘરે પહોંચી અને તેને સમજાવવાનો પ્રયાસ કર્યો. આશ્ચર્યજનક રીતે આરોપીની 18 વર્ષની દીકરી પણ ઘરે હાજર હતી, જે તે મેડિકલ સ્ટોરની નિયમિત ગ્રાહક હતી. પોતાના પિતાની આવી હરકતો જાણીને દીકરીને ખૂબ જ દુઃખ થયું.

આખરે આરોપીએ પોતાની ભૂલ સ્વીકારી અને મહિલાની માફી માગી. તેણે બાંહેધરી આપી કે તે ભવિષ્યમાં ક્યારેય કામ વગર મેડિકલ સ્ટોર પર જશે નહીં અને મહિલાને હેરાન કરશે નહીં. અભયમ ટીમે આરોપી પાસે માફીનામું પણ લખાવ્યું, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય.

આ ઘટના દર્શાવે છે કે મહિલાઓની સુરક્ષા અને સન્માન માટે 181 અભયમ હેલ્પલાઇન કેટલી મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જરૂરિયાતના સમયે યોગ્ય મદદ મળવાથી કેવી રીતે એક મહિલા સુરક્ષિત અને નિર્ભય બની શકે છે, તેનું આ એક ઉત્તમ ઉદાહરણ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X