અંગત અદાવતમાં રાપરમાં બે માસૂમ બાળકોના પ્રાણ ગયા!
કચ્છના રાપરમાં ભૂલકાઓની બોથડ પદાર્થ મારીને હત્યા કરવાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. રાપરમાં આવેલા પ્રતાપગઢની સીમમાં ચાર શખ્સોએ બે માસૂમ ભૂલકાઓ પૈકી એક બાળકી તથા એક બાળકનું બોથડ પદાર્થ માથામાં મારી ઘાતકી હત્યા કરી હતી. આ ઘટનાને પગલે આસપાસમાં હાહાકરા મચી ગયો હતો.
આ ઘટનામાં હરિભાઇ કોલીએ પોલીસમાં આપેલી ફરિયાદ અનુસાર ગત મંગળવારે સાંજે 7થી 9 વચ્ચે આરોપી પુના ભુરા મકવાણા પુત્રી જાગુ અને તેના મામાના છોકરા વિજય રમેશ કોલીને પ્રતાપગઢની સીમમાં આવેલા દશા માના મંદિર પાસે ઉઠાવી ગયો હતો. જ્યાં અન્ય આરોપીઓ પ્રેમજી મોતી મકવાણા, કાનજી કોળી અને ચેતન કોળી સાથે મળી, હથિયાર કે બોથડ પદાર્થ વડે માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી બન્ને પિતરાઇ ભાઇ-બહેનની ઘાતકી હત્યા નીપજાવી હતી.

ત્યારે ગ્રામજનોએ તેમજ પરિવારે હત્યારાને ઝડપી લેવા અને આ અંગે ત્વરિત પગલા ઉઠાવવાની માંગ કરી હતી. ત્યારે પોલિસ તપાસ હાલ તો આ પાછળ અંગત અદાવતનું કારણ બહાર આવ્યું છે જેણે બે માસૂમ બાળકોના પ્રાણ લઇ લીધા છે.












Click it and Unblock the Notifications
