રાજુલાઃ ટ્રેન અડફેટે બે સિંહણના મોત, વાંચો ખાસ સમાચાર

Posted By:
Subscribe to Oneindia News

ગુજરાત રાજ્યની વિવિધ ઘટનાઓ એક જ સમયે એક જ સ્થળે તમને વાંચવા મળી રહે એ માટે અમે એક અનોખો પ્રયોગ કરી રહ્યાં છીએ. આ પ્રયોગ અંતર્ગત તમને એક ફોર્મેટમાં ગુજરાત ભરમાં આજના દિવસે કઇ-કઇ ઘટના અને સમાચાર ચર્ચાનો વિષય રહ્યો તેની આછેરી માહિતી મળી રહેશે.

ગુજરાતના આજના ટોપ સમાચાર અંગે વાત કરવામા આવે તો,રાજુલા તાલુકાના ભેરાઇ ગામે સુરેન્દ્રનગરથી પીપાવાવ પોર્ટ તરફ જતી માલગાડીના અડફટે આવી જતા બે સિંહણોના ઘટના સ્થળે જ મોત નીપજતાં સિંહ પ્રેમીઓમાં અરેરાટી વ્યાપી છે. બનાવની જાણ થતાં અમરેલી અને ધારીથી વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. માહિતી અનુસાર મૃતક સિંહણમાં એક ગર્ભવતી હતી અને તેના પેટમાં ત્રણ બચ્ચા હતા જે પણ મૃત્યું પામ્યા છે. મોડાસામાં મોડી રાત્રે એક પરણેલી સ્ત્રીના ઘરે ગયેલા એક રાજકીય નેતાને નગ્ન અવસ્થામાં ભાગવું પડ્યું હતું. તો આવા જ કેટલાક સમાચાર વાંચવા માટે નીચે તસવીરો પર ક્લીક કરો.

રાજુલાઃ ટ્રેન અડફેટે બે સિંહણના મોત

રાજુલાઃ ટ્રેન અડફેટે બે સિંહણના મોત

રાજુલા તાલુકાના ભેરાઇ ગામે સુરેન્દ્રનગરથી પીપાવાવ પોર્ટ તરફ જતી માલગાડીના અડફટે આવી જતા બે સિંહણોના ઘટના સ્થળે જ મોત નીપજતાં સિંહ પ્રેમીઓમાં અરેરાટી વ્યાપી છે. બનાવની જાણ થતાં અમરેલી અને ધારીથી વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. માહિતી અનુસાર મૃતક સિંહણમાં એક ગર્ભવતી હતી અને તેના પેટમાં ત્રણ બચ્ચા હતા જે પણ મૃત્યું પામ્યા છે.

મોડાસાઃ અર્ધનગ્ન હાલતમાં ભાગ્યા રાજકીય નેતા

મોડાસાઃ અર્ધનગ્ન હાલતમાં ભાગ્યા રાજકીય નેતા

મોડાસામાં મોડી રાત્રે એક પરણેલી સ્ત્રીના ઘરે ગયેલા એક રાજકીય નેતાને નગ્ન અવસ્થામાં ભાગવું પડ્યું હતું. આ કિસ્સો પ્રકાશમાં આવ્યા બાદ ટોક ઓફ ધ ટાઉન બની ગયો છે. માહિતી અનુસાર રાત્રીના દસ વાગ્યે આ નેતા પરણેલી સ્ત્રીના ઘરે ગયા હતા, ત્યારે પરણેલી સ્ત્રીના પાડોશીએ સ્ત્રીના પતિને ફોની કરી દેતા તે અચાનક ઘરે આવી પહોંચ્યા હતા.

આણંદઃ મેકેનિકની દિકરીએ જીત્યા 15 ગોલ્ડ મેડલ

આણંદઃ મેકેનિકની દિકરીએ જીત્યા 15 ગોલ્ડ મેડલ

આણંદના જિટોડિયા રોડ પર ગેરેજ મીકેનીકનું કામ કરી રહેલા જેરોમભાઇ સિકવેરની પુત્રી સિલ્વીયા સિકવેરાએ આણંદ યુનિવર્સિટીના દસમાં પદવીદાન સમારોહમાં ડેરી સાયન્સ ફેકલ્ટીમાં 15 ગોલ્ડ મેડલ અને બે રોકડ પુરસ્કાર મેળવ્યા છે. દિકરીએ મેળવેલી સિદ્ધિથી સિકવેરા પરિવારમાં હર્ષ અને આનંદનું વાતાવરણ છવાયું છે.

વલસાડઃ ભાજપ સમર્થકનું શંકાસ્પદ અવસ્થામાં મોત

વલસાડઃ ભાજપ સમર્થકનું શંકાસ્પદ અવસ્થામાં મોત

વલસાડ તાલુકા ગ્રામ પંચાયતના સભ્ય અને ભાજપના સમર્થક 65 વર્ષીય ઇશ્વરભાઇ રણછોડભાઇ પટેલનું શંકાસ્પદ અવસ્થામાં મોત નીપજ્યા ચકચાર મચી ગયો છે. મૃતકના ગળાના ભાગે ઇજા થઇ હોવાનું જાણવા મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને હત્યા કરવામાં આવી છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રાથમિક તપાસમાં મૃતક પાસેથી મહિલાંનું પર્સ સહિતની સામગ્રી પણ મળી આવી છે.

સાયલાઃ પ્રેમ સંબંધમાં ઢળી બે લાશો

સાયલાઃ પ્રેમ સંબંધમાં ઢળી બે લાશો

સાયલા તાલુકાના મોટી મોરસલ ગામે પ્રેમ સંબંધ લોહિયાળ જંગમાં બદલાઇ ગયો હતો. બે કોળી પરિવાર વચ્ચે મંગળવારે થયેલી અથડામણમાં દિકરી પક્ષના સગા દાદા-ભત્રીજાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે બે મહિલા સહિત પાંચ વ્યક્તિને ઇજા થતા તેમને સારવાર અર્થે સુરેન્દ્રનગર લવાયા હતા. બેવડી હત્યાના પગલે પોલીસ તંત્ર દોડતું થઇ ગયું હતું.

English summary
Two lionesses were mowed down on Wednesday by a speeding goods train near the Gir forest on Surendranagar Pipavav port rail line in Amreli. "Two lionesses were mowed down by a high speed goods train early this morning near Berai village of Rajula taluka," deputy forest officer JK Makwana said.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.