પાટીદાર આંદોલનના મૃતકના પરિવારને મળી 20 લાખની સહાય

Written By:
Subscribe to Oneindia News

પાટીદાર આંદોલન વખતે મૃત્યુ પામેલા 14 લોકોને પાટીદાર ધાર્મિક સંસ્થાઓએ ગુરુવારે 20 લાખની આર્થિક સહાય કરી હતી. નોંધનીય છે કે પાટીદાર અંદોલન પૂર્ણ કરવા માટે સરકારે અને પાટીદારોએ બેઠક કરી હતી. તેમાં પાટીદારોની ધાર્મિક સંસ્થાઓ દ્વારા મૃતકોના પરિવારને આર્થિક સહાય કરવાનું નિવેદન મૂકવામાં આવ્યું હતું. જે બાદ એક કમિટી બનાવી આર્થિક સહાય આપવામાં આવે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો. અને સરકાર તથા અર્ધ સરકારી નોકરીમાં પણ મદદ આપવામાં આવે તેવી ચર્ચા થઇ હતી. સાથે જ જો જે બાદ આ ધાર્મિક સંસ્થાઓએ અમદાવાદના વસ્ત્રાલના બે પરિવારો અને મહેસાણાના ચાર પાટીદાર પરિવારોને ઘરે જઇને ચેક વિતરણ કર્યું હતું. વધુમાં આ ધાર્મિક સંસ્થાઓએ મૃતકના પરિવારોને તેવી પણ બાહેધરી આપી હતી કે જો તેમના પરિવારને સરકાર દ્વારા નોકરી નહીં મળે તો તે સંસ્થાકિય રીતે નોકરી મામલે તેમને સહાય કરવાનો પ્રયાસ કરશે.

Gujarat

જો કે આ સહાય વખતે કેટલાક મૃતકોના પરિવારે તે પણ બળાપો નીકાળ્યો હતો કે આટલી મોડી કેમ ધાર્મિક સંસ્થાઓને અમારી યાદ આવી. ઉલ્લેખનીય છે કે ભાજપ સરકાર લાંબા સમયથી પાટીદારોનું આ આંદોલન ચૂંટણી પહેલા સંપૂર્ણ પણે સમાપ્ત થાય તે માટે ભરપૂર પ્રયાસો કરી રહી છે. અને આ માટે પાટીદાર સમાન અને જાણીતી સંસ્થાઓ માટે બેઠકો પણ કરી રહી છે. ત્યારે આવી જ એક બેઠકમાં આર્થિક સહાયનો મુદ્દો મૂકવામાં આવ્યો હતો. જેની જવાબદારી આ ધાર્મિક સંસ્થાઓએ ઉપાડી હતી.

English summary
During Patidar movement those who lost their life Patidar Organization donate them 20 lakhs.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.