• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગુજરાતમાં ઝૂંપડામાં રહેતા ડ્રાઈવરને 200 કરોડ ટેક્સ ચોરીની નોટિસ

|

હાલમાં જ જીએસટી ડીપાર્ટમેન્ટ ઘ્વારા રાજ્યના 282 જગ્યાઓ પર રેડ મારવામાં આવી, ત્યારે 6030 કરોડ રૂપિયાનો બોગસ બિલિંગ ઘોટાળો સામે આવ્યો. આ પ્રકારની વધુ એક તપાસ દરમિયાન ઈન્ક્મ ટેક્સ અધિકારીઓ પણ હેરાન થઇ ગયા. અહીં જે વ્યક્તિ પર 200 કરોડ રૂપિયાની ટેક્સ ચોરીનો છે, તે સુરેશ ગોહિલ એક સામાન્ય ઝૂંપડામાં રહે છે. એટલું જ નહીં પરંતુ 4000 રૂપિયાની ડ્રાઈવરની નોકરી કરે છે.

અધિકારીઓ ઘ્વારા જયારે ઊંડાણથી તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડ્યું કે કેટલાક ચાલાક લોકોએ સુરેશના દસ્તાવેજનો ખોટો ઉપયોગ કરીને ગોહિલ એન્ટરપ્રાઇઝ નામની કંપની ખોલી નાખી. ત્યારપછી આ કંપનીના નામે કરોડો રૂપિયાની ટેક્સ ચોરી કરવામાં આવી. પરંતુ પોલીસ સહીત જીએસટી અધિકારીઓ આરોપીઓ સુધી પહોંચી નથી શક્યા. હવે સુરેશના ઘરેથી તેમને પાછું ફરવું પડી રહ્યું છે.

દુકાનમાં ઘૂસી 6 મહિલાઓ, વેપારીને વાતોમાં ફસાવ્યો, 1 મિનિટમાં પૈસા ચોર્યા

જીએસટી અધિકારીઓ અનુસાર સુરેશ ફક્ત ત્રીજા ધોરણ સુધી જ ભણ્યો છે અને તે જીએસટી વિશે કઈ પણ જાણતો નથી. પરંતુ તેના નામનો ઉપયોગ કરીને આટલી મોટી ધાંધલી કોણ કરી શકે તેના વિશે જાણવા માટે તેને જીએસટી ઓફિસ બોલાવવામાં આવ્યો છે. ત્યાં તેની પૂછપરછ કરીને અસલી ધોકેબાજ સુધી પહોંચવામાં આવશે. પરંતુ સુરેશ પાસે થી તેની જાણકારી મળવાની સંભાવના ખુબ જ ઓછી છે, તેવી આશંકાઓ અધિકારીઓ ઘ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

ગુજરાત: મંદિરમાં ચડાવેલા ફૂલથી બનાવે છે ખાતર અને અગરબત્તી

English summary
200 crore notice of tax evasion to a driver in slum in Gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X