For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોમનાથના ચરણોમાં સંતોએ મહામૃત્યંજય મંત્રના સામૂહિક જાપ કરી વિશ્વ કલ્યાણની પ્રાર્થના કરી

કુંભના પંચાયત મહાનિર્વાણ અખાડાના 200 જેટલા સતોએ સોમનાથ દાદાના દર્શન કરીને વિશ્વ કલ્યાણની પ્રાથના કરી હતી. સંતો દ્વારા સોમનાથી દ્વારકા સુધીના દર્શન કર્યા હતા. અને મહામૃત્યંજય જાપ કર્યો હતો.

|
Google Oneindia Gujarati News

કુંભ મેળો પૂર્ણ થયે પંચાયતી મહાનિર્વાણી અખાડાના સંતો દ્વારા હરિદ્વાર થી સોમનાથ પ્રવાસ કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો હતો. ત્યારે 200 થી વધુ સંતો હરહર મહાદેવના નાદ અને ૐ નમઃ શિવાયના જાપ કરતા સોમનાથ મહાદેવના દર્શને પહોંચ્યા હતા.

kumbh

સોમનાથ ટ્રસ્ટ દ્વારા સંતોને સુખરૂપ દર્શન થઈ શકે તેના માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી. સંતોને સોમનાથ મંદિર પરિસરમાં સ્થિત સંકીર્તન હોલ ખાતે પૂજારી દ્વારા શાસ્ત્રોકત વિધિવિધાન સાથે ધ્વજા પૂજા કરાવવામાં આવી હતી. ત્યારબાદ સર્વે સંતોએ સોમનાથ મહાદેવના દર્શન અને જલાભિષેક કર્યા હતા.

સોમનાથ મંદિરમાં સ્વહસ્ત ધ્વજારોહણ સેવા નો લાભ લઈને સંતોએ પોતાના હસ્તે ધ્વજાને મંદિરના શિખર સુધી પહોચાડેલ અને સ્વહસ્તે ધ્વજારોહણ નો આનંદ પામ્યા હતા. સોમનાથ મંદિર પરિસરમાં મહામૃત્યુંજય મંત્રના પાઠ સાથે સંતોએ દેશ અને વિશ્વના કલ્યાણ માટે મહાદેવને પ્રાર્થના કરી હતી.

English summary
200 saints of Panchayat Mahanirvanai Akhara visited Somnath
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X