For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઝાકિયા જાફરીની અરજી પર આજે સુનાવણી, મોદી પર સૌની નઝર

|
Google Oneindia Gujarati News

gujarat
અમદાવાદ, 2 ડિસેમ્બર: ગુજરાત રમખાણના મામલામાં ઝાકિયા જાફરીની અરજી પર અમદાવાદ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટ આજે પોતાનો ચૂકાદો આપી શકે છે. ઝઆકિયા જાફરીની આ અરજીમાં ગુજરાત રમખાણમાં મોદીને સુપ્રીમ કોર્ટ અપાયા પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતના રમખાણોમાં નરેન્દ્ર મોદી અને અન્યની ભૂમિકા પર તપાસ માટે સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર રચવામાં આવેલી એસઆઇટીએ પોતાની ક્લોઝર રિપોર્ટમાં મોદીને ક્લીન ચિટ આપી દીધી હતી. રમખાણોમાં માર્યા ગયેલા પૂર્વ કોંગ્રેસી સાંસદ એહસાન ઝાફરીની પત્ની ઝાકિયાએ તેને પડકારી છે. આ પહેલા 28 ઓક્ટોબરના રોજ કોર્ટે પોતાનો નિર્ણય 2 ડિસેમ્બર સુધી મોકૂફ રાખ્યો હતો.

મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ બી.જે ગંગાત્રા સમક્ષ પાંચ મહીના સુધી ઝાફરીની અરજી પર તેમના વકીલ અને એસઆઇટીના વકીલની વચ્ચે ચાલી રહેલી ઉલટ તપાસ બાદ 28 ઓક્ટોબરના રોજ 2 ડિસેમ્બર સુધી પોતાનો નિર્ણય સ્થગિત કરી દીધો હતો.

ઉલટ તપાસ પૂરી થયા બાદ જાફરીના વકીલે 18 નવેમ્બરના રોજ કોર્ટને લેખિત સોગંધનામુ આપ્યું હતું, જ્યારે એસઆઇટીએ પોતાના લેખિત સોગંધનામું 30 સપ્ટેમ્બરના રોજ આપ્યું હતું. મેજિસ્ટ્રેટ ગંગાત્રાએ ત્યારે જણાવ્યું હતું કે તેઓ 28 ઓક્ટોબરના રોજ પોતાનો નિર્ણય સંભળાવશે. ત્યારબાદ 28 ઓક્ટોબરના રોજ મેજિસ્ટ્રેટે પોતાનો નિર્ણય 2 ડિસેમ્બર સુધી સુરક્ષિત રાખ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે જાફરીના પતિ અને પૂર્વ સાંસદ એહસાન જાફરી 2002ના રમખાણોમાં ગુલબર્ગ સોસાયટી નરસંહારમાં માર્યા ગયેલા 69 લોકોમાં સામેલ હતા. જાફરીએ અરજી દાખલ કરી એસઆઇટીની ક્લોઝર રિપોર્ટ પર વાંધો ઉઠાવ્યો હતો. ક્લોઝર રિપોર્ટમાં મોદીને કોઇ પણ પ્રકારના ષડયંત્રમાં સામેલ હોવામાંથી ક્લીન ચિટ આપી દેવામાં આવી હતી.

જાફરીની ફરિયાદ પર તપાસ પૂરી કર્યા બાદ એસઆઇટીએ 8 ફેબ્રુઆરી 2012ના રોજ તપાસ રિપોર્ટ દાખલ કર્યો હતો જેમાં જણાવ્યું હતું કે આઠ વર્ષ વીતી જવાના કારણે પુરાવાઓ એકત્રીત કરવામાં મુશ્કેલી પડવા છતાં જે પણ સાક્ષીઓ અને પુરાવાઓ મળ્યા તેનાથી એવું સાબિત નથી થઇ શક્યું કે 2002ના રમખાણોના ષડયંત્રમાં જે લોકો પર આરોપ લગાવવામાં આવ્યા હતા તેઓનો તેમાં કોઇ હાથ હતો.

English summary
The court of metropolitan magistrate is likely to give an order on the petition of Zakia Jafri, wife of former Congress MP Ehsan Jafri who was killed in post-2002 Gujarat riots, who had contested against the closure report of SIT which gave a clean chit to the Gujarat Chief Minister Narendra Modi in the riots.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X