For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2020 કોરોના વર્ષઃ ગુજરાતના 21.8% ઘરોમાં એક સમયનો ચૂલો રહ્યો બંધ, ભૂખથી તડપ્યા ગરીબ

અન્ન સુરક્ષા અભિયાન (ગુજરાત) હેઠળ કરાયેલ 'હંગર વૉચ' સર્વેમાં ગુજરાત સાથે જોડાયેલી વાતો જણાવવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ વર્ષ 2020 વીતી રહ્યુ છે. લોકોના મનમાં આ વર્ષ વિશે ઘણી એવી વાતો બની જેમાં નિરાશા છવાયેલી હતી. કોરોના મહામારી ફેલાવાના કારણે માર્ચ મહિનાથી જ કરોડો લોકોનુ જીવન મુશ્કેલીઓથી ભરાઈ ગયુ. આ જ કારણ રહ્યુ કે વર્ષ 2020 મોટાભાગના લોકો માટે સારુ ન રહ્યુ. લૉકડાઉનના કારણે લોકો મહિનાઓ સુધી ઘરોમાં રહ્યા, લાખો પ્રવાસી મજૂરો પર સંકટ છવાઈ ગયુ. આ દરમિયાન હજારો લોકો તો પગપાળા જ ઘરો માટે ભૂખ્યા તરસ્યા નીકળ્યા. મહામારીના કાળમાં ઘણા લોકોના જીવ જતા રહ્યા. આવા સમયમાં હવે લોકોનુ ધ્યાન નવા વર્ષ પર છે કે 2021 કેવુ રહેશે. વળી, એક સર્વેના રિપોર્ટની પણ ચર્ચા થઈ રહી છે.

meal

અન્ન સુરક્ષા અભિયાન (ગુજરાત) હેઠળ કરાયેલ 'હંગર વૉચ' સર્વેમાં ગુજરાત સાથે જોડાયેલી વાતો જણાવવામાં આવી છે. સર્વે મુજબ કોરોના કાળ દરમિયાન ગુજરાતના 20.6 ટકા ઘરોમાં અનાજ ના હોવાના કારણે ભોજન બની શક્યુ નહિ. વળી, 21.8 ટકા ઘરોમાં એક સમયનો ચૂલો ન સળગી શક્યો. એટલુ જ નહિ લૉકડાઉન ખતમ થયાના પાંચ મહિના બાદ પણ ભૂખની સ્થિતિ ગંભીર રહી. મોટી સંખ્યામાં ઘરો(62 ટકા)ની આવક ઘટી ગઈ. અનાજ (53 ટકા), દાળ(64 ટકા), શાકભાજી(73 ટકા) અને ઈંડા-માંસાહાર પદાર્થો(71 ટકા), પોષણ ગુણવત્તાની માત્રા (71 ટકા)માં ઘટાડો આવ્યો. આ ઉપરાંત 45 ટકા ઘરોમાં ભોજન ખરીદવા માટે પૈસા ઉધાર લેવાની જરૂરિયાત વધી છે.

ઉપરોક્ત વાતો જાણવા માટે અન્ન સુરક્ષા અભિયાન(ગુજરાત) દ્વારા અમદાવાદ, આણંદ, ભરૂચ, ભાવનગર, દાહોદ, મોરબી, નર્મદા, પંચમહાલ અને વડોદરા સહિત 9 જિલ્લામાં સર્વે કરવામાં આવ્યો હતો. સર્વે સાથે જોડાયેલી ટીમે જણાવ્યુ કે તેમણે આ સર્વે સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં કર્યો. સર્વેમાં એ પણ માનવામાં આવ્યુ કે સરકારે લોકો માટે ઘણા પ્રયત્નો કર્યા. ભૂખમરા પર કાબુ મેળવવા માટે અમુક પ્રભાવી પગલાં લીધી. કેન્દ્ર સરકારે રાશન આપ્યુ, ગુજરાત સરકારે પણ અનાજ વિતરણ કર્યુ. જો કે કોરોના પ્રકોપના કારણે રાજ્યભરમાં 4 હજારથી વધુ લોકોના જીવ જતા રહ્યા. www.covid19india.org મુજબ કોરોના સંક્રમણથી 4138 લોકો કોરોના કાળનો ભોગ બન્યા.

આજથી વધુ ઉગ્ર બનશે ખેડૂત આંદોલન, દિલ્લી-જયપુર કરશે જામઆજથી વધુ ઉગ્ર બનશે ખેડૂત આંદોલન, દિલ્લી-જયપુર કરશે જામ

English summary
21.8% of Gujarat's households could not make meal one time of the day during covid-19 pandemic: Survey
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X