આ વર્ષે સામાન્યથી ઓછા વરસાદનું અનુમાન

[ગુજરાત આસપાસ] રોજે રોજ આપણા ગુજરાતમાં અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો આપણે ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

કાઠમંડૂમાં 17 ગુજરાતી પ્રવાસીઓના મોત

કાઠમંડૂમાં 17 ગુજરાતી પ્રવાસીઓના મોત

ગુજરાતી પ્રવાસીઓ મૂળ સુરેન્દ્રનગર, વઢવાણના હતા, જ્યાંથી તેઓએ બસ દ્વારા નેપાળ યાત્રા શરૂ કરી હતી, કાળ બનીને અકસ્માત 17 ગુજરાતી પ્રવાસીઓને ભરખી ગયો અને નેપાળ યાત્રા તેમની અંતિમ યાત્રા બની ગઇ.
જ્યારે વધું 21 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.

10 તમંચા અને કારતૂસો સાથે એક યુવકની ધરપકડ

10 તમંચા અને કારતૂસો સાથે એક યુવકની ધરપકડ

અમદાવાદમાં 10 તમંચા અને કારતૂસો સાથે એક યુવકની ધરપકડ કરી છે. અમદાવાદના અમરાઇવાડી વિસ્તારમાંથી એસઓજીની ટીમે આ પરપ્રાંતિય શખ્શની ધરપકડ કરી લીધી છે.

ઇસ્કોન મેઘા મોલમાં ચોરીનું કોકડું ઉકેલાયું

ઇસ્કોન મેઘા મોલમાં ચોરીનું કોકડું ઉકેલાયું

ઇસ્કોન મેઘા મોલમાં લોકરમાંથી થયેલી ચોરીનું કોકડું ઉકેલાઇ ગયું છે. ગાંધીનગરમાં રહેતા દેવાંશ અમીનની સીસીટીવી ફૂટેજના આધારે કડકાઇથી પૂછપરછ કરવામાં આવી ત્યારે ભેદ ઉકેલાયો. તેની પાસેથી 1 કરોડ 98 લાખ જેટલી રકમ મળી આવી હતી.

આ વર્ષે સામાન્યથી ઓછા વરસાદનું અનુમાન

આ વર્ષે સામાન્યથી ઓછા વરસાદનું અનુમાન

આ વર્ષે સામાન્યથી ઓછા વરસાદનું અનુમાન
આ વર્ષે સામાન્યથી ઓછો વરસાદ થશે તેવું અનુમાન હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે.
સામાન્ય વરસાદ- 28 ટકા
સામાન્યથી ઓછો વરસાદ- 35 ટકા
લાંબા ગાળામાં 93 ટકા વરસાદ થવાની શક્યતા છે.

શાળાનું જુનું બિલ્ડિંગ પડી જતા બાળકો દટાયા

શાળાનું જુનું બિલ્ડિંગ પડી જતા બાળકો દટાયા

ખંભાળીયા તાલુકાના પીપરલા ગામમાં પ્રાથમિક શાળાનું જુનું બિલ્ડિંગ પડી જતા બાળકો દટાયા. એક બાળકનું મોત. ગ્રામજનોની મદદથી દટાયેલા બાળકોને બહાર કઢાયા.

આગને આજે ચાર દિવસ થઇ ગયા

આગને આજે ચાર દિવસ થઇ ગયા

ઓએનજીસીના કૂવામાં લાગેલી આગને આજે ચાર દિવસ થઇ ગયા છે, તેની પર કોઇ કાબૂ મેળી શકાયો નથી. અમેરિકાથી ખાસ ટીમને આગ ઓલવવા બોલવવામાં આવી છે.

મોજશોખ માટે તોડતા હતા એટીએમ

મોજશોખ માટે તોડતા હતા એટીએમ

સુરતમાં હાઇટેક રીતે એટીએમમાંથી ચોરી કરનારા નબીરાઓએ જણાવ્યું હતું કે તેઓ મોજશોખ માટે એટીએમમાંથી ચોરી કરતા હતા.

તરબૂચની છાલમાંથી કેંડી

તરબૂચની છાલમાંથી કેંડી

નવસારીના કૃષિ વૈજ્ઞાનિકોએ અનોખી શોધ કરી છે, તેમણે તરબૂચની નકામી છાલમાંથી એવી કેંડી બનાવી છે જેને ખાવાની મજા પણ માણી શકાય અને તેનાથી રોગમૂક્ત પણ રહી શકાશે. ટૂંક સમયમાં આ કેન્ડીને બજારમાં મૂકવામાં આવશે.

બિનવારસી હાલતમાં લાશ મળી

બિનવારસી હાલતમાં લાશ મળી

પાલનપુર તાલુકાના સદરપુર ગામની સીમમાં મોડી સાંજે બિનવારસી હાલતમાં લાશ મળી આવતા ગામમાં ચકચાર મચી જવા પામી હતી. પ્રથમ દ્રષ્ટિએ જોતા એવું લાગી રહ્યું છે કે કોઇએ મારીને અહીં ફેંકી દીધેલ છે.

30 એપ્રિલે એસ.ટી કર્મચારીઓ હડતાળ પર

30 એપ્રિલે એસ.ટી કર્મચારીઓ હડતાળ પર

કેન્દ્રસરકાર દ્વરા રોડ ટ્રાંસપોર્ટ એન્ડ સેફ્ટીબિલના વિરોધમાં 30 એપ્રિલના રોજ એસટીના કર્મચારીઓ હડતાળ પર ઉતરવાની ચિમકી આપી છે. જેના કારણે સામાન્ય મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડશે.

ગુજરાતના સમાચાર વીડિયોમાં....

ગુજરાતના સમાચાર વીડિયોમાં....

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X