For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વલસાડમાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ૨૫.૮૮ લાખની સહાય વિતરણ કરાશે!

સમગ્ર વિશ્વમાં ૯મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ તરીકે મનાવવામાં આવે છે. ત્યારે, વલસાડ જિલ્લાના ધરમપુર, કપરાડા અને ઉમરગામ તાલુકામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના કાર્યક્રમો મંગળવારના રોજ યોજાશે.

By Desk
|
Google Oneindia Gujarati News

સમગ્ર વિશ્વમાં ૯મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ તરીકે મનાવવામાં આવે છે. ત્યારે, વલસાડ જિલ્લાના ધરમપુર, કપરાડા અને ઉમરગામ તાલુકામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના કાર્યક્રમો મંગળવારના રોજ યોજાશે. ત્રણ તાલુકાઓમાં યોજાનારા કાર્યક્રમોમાં ધરમપુર ખાતે નાણાંમંત્રી કનુ દેસાઈ, કપરાડામાં રાજ્યકક્ષાના મંત્રી જીતુ ચૌધરી અને ઉમરગામ ખાતે રાજ્યકક્ષાના શહેરી વિકાસ મંત્રી વિનોદ મોરડીયા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે અનેકવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરશે. આ કાર્યક્રમોમાં ૫૪૦.૯૭ લાખના ૨૪૨ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત અને ૮૩,૨૮૪ વ્યક્તિગત લાભાર્થીઓને રૂ. ૨૫૮૮.૮૮ લાખની યોજનાઓ અંતર્ગત સહાય વિતરણ કરવામાં આવશે.

World Tribal Day

ધરમપુર તાલુકામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નાણાં મંત્રી કનુ દેસાઈની અધ્યક્ષતામાં એસ.એમ.એસ.એમ. હાઈસ્કૂલ, ત્રણ દરવાજા ખાતે જ્યારે કપરાડા તાલુકામાં કાર્યક્રમની ઉજવણી રાજ્યકક્ષાના નર્મદા જળ સંપત્તિ અને પાણી પૂરવઠાના મંત્રી જીતુ ચૌધરીની અધ્યક્ષતામાં અરૂણોદય સાર્વજનિક વિદ્યાલય ખાતે તેમજ ઉમરગામ તાલુકામાં કાર્યક્રમની ઉજવણી રાજ્યકક્ષાના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણના મંત્રી વિનોદ મોરડીયાની અધ્યક્ષતામાં શ્રી સ્વામીનારાયણ ગુરૂકુળના પ્રાર્થના હોલમાં ભીલાડ ખાતે યોજાશે. કાર્યક્રમોમાં મંત્રીઓના હસ્તે વિવિધ વિકાસ કાર્યોનાં લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરવા ઉપરાંત લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવશે.
English summary
25.88 lakh aid will be distributed on the occasion of World Tribal Day in Valsad!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X