For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કચ્છઃ પોલીસ કસ્ટડીમાં શંકાસ્પદ ચોરનું મોત, 3 કોન્સ્ટેબલ પર હત્યાનો ગુન્હો

કચ્છઃ પોલીસ કસ્ટડીમાં શંકાસ્પદ ચોરનું મોત, 3 કોન્સ્ટેબલ પર હત્યાનો ગુન્હો

|
Google Oneindia Gujarati News

બુધવારે કચ્છના મુંદ્રા પોલીસ સ્ટેશનમાં 24 વર્ષીય શંકાસ્પદ ચોરનું રહસ્યમયી રીતે મૃત્યુ થયું, જેને પગલે મુંદ્રા પોલીસ સ્ટેશનના 3 કોન્સ્ટેબલ સામે હત્યાનો ગુન્હો નોંધાયો છે. મૃતક અરજન ગઢવીના પરિવાર વાળાઓએ આરોપ લગાવ્યો છે કે, અર્જનની ચોરીની શંકામાં આરોપી પોલીસકર્મી શક્તિસિંહ ગોહિલ, અશોક કન્નાદ અને જયદેવસિંહ ઝાલાએ બિનકાયદેસર ધરપકડ કરવામાં આવી હતી અને એક અઠવાડિયાથી વધુ સમયથી તેને જેલમાં પૂરી રાખવામાં આવ્યો હતો અને તેને ખુબ ટોર્ચર કર્યો હોવાથી મૃત્યુ પામ્યો.

dead

12 જાન્યુઆરીએ સાંજે પ્રગપર પાટિયા પાસેથી આરોપી પોલીસ કર્મચારીઓએ અરજન ગઢવીને ઉઠાવી લીધો હતો. ધરપકડના બીજા દિવસે અરજનના ભાઈ હરીને આ મામલે ખબર પડતાં તે મુંદ્રા પોલીસ સ્ટેશને દોડી ગયો હતો. ત્યારે તેને જણાવવામાં આવ્યુ્ં કે અરજનને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં જ છોડી દેવામાં આવશે.

પરંતુ અરજન પાછો ના આવ્તાં તેનો બાઈ હરી, પિતરાઈ બાઈ દેવરાજ ગઢવી અને અન્ય પરિવારના સભ્યો 16 જાન્યુઆરીએ શનિવારે પોલીસ સ્ટેશને પહોંચ્યા અને તેના ભાઈની ધરપકડ મામલે પોલીસ પર સવાલો ઉઠાવ્યો.

જો કે પોલીસ કોન્સ્ટેબલ ગોહિલે તેમને કહ્યું કે, અરજન જેવી જ ચોરાયેલ ઘરેણા વિશે માહિતી આપી દેશે તેને છોડી મૂકશે, આ દરમ્યાન અરજને તેમના પરિજનોને જણાવ્યું હતું કે તેને કોઈપણ કારણ વિના ટોર્ચર કરવામાં આવી રહ્યો છે.

ફરિયાદી દેવરાજ, જે વ્યવસાયે વકીલ છે તેમણે પોતાની ફરિયાદમાં નોંધાવ્યુ્ં કે, અરજનને માર માર્યો હોવાથી તે પોતાના પગ પર ઉભી પણ નહોતો શકતો અને પોલીસે તેમને પાણી કે જમવાનું પણ નહોતું આપ્યું.

16 જાન્યુઆરીએ પણ અરજનને રિલીઝ નહોતો કરાયો, મંગળવારે સાંજે અરજનના પરિજનોને એક વકીલે જણાવ્યું કે અરજન જેલમાં જ મૃત્યુ પામ્યો છે અને પોસ્ટમોર્ટમ માટે જામનહર મોકલવામાં આવ્યો હતો. આ મામલે ત્રણેય પોલીસ કોન્સ્ટેબલ પર હત્યાના આરોપસર ગુન્હો નોંધી તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

જો આજે ચૂંટમી થાય તો NDAને 321 સીટ મળે, મોદી સૌથી પોપ્યુલર નેતાજો આજે ચૂંટમી થાય તો NDAને 321 સીટ મળે, મોદી સૌથી પોપ્યુલર નેતા

English summary
3 constable of mundra police station booked under custodial murder case
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X